નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019નાં ચૂંટણી પ્રચાર માટે શનિવારે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્ર પહોંચ્યા. અહીં નાંદેડમાં એક ચૂંટણી સભામાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર તીખો હૂમલો કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસનાં નામદારે માઇક્રોસ્કોપ લઇને ભારતમાં એક એવી સીટ શોધી છે, જ્યાં તેઓ મુકાબલો કરવાની શક્તિ રાખી શકે. સીટ પણ એવી જ્યાંદેશની મેજોરિટી માઇનોરિટીમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 દિવસ પહેલા M.Tech નો વિદ્યાર્થી બન્યો આતંકવાદી, સુરક્ષાદળોએ ઘર્ષણમાં ઠાર માર્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી યૂપીમાં અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડી રહ્યા છે. આ અંગે ભાજપ અને ખાસ કરીને સ્મૃતી ઇરાની સવાલો ઉઠાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ નાંદેડમાં રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ જે નવી સીટ નામદારે શોધી છે, ત્યાંની સ્થિતી છે જે સોશિયલ મીડિયા પર માહિતી મળે છે. કોંગ્રેસનો ઝંડો ક્યાં છે તે શોધવું પડી રહ્યું છે. આ સ્થિતી કોંગ્રેસની છે. 
Video: DRDO એ જણાવ્યું કે કઇ રીતે પુર્ણ થયું Mission Shakti, PMએ કઇ રીતે આપી પરમિશન

કોંગ્રેસ માત્ર પોતાની વોટબેંક માટે જ કામ કરે છે. જો કે તમારા ચોકીદારની સરકાર સબકા સાથ સબકા વિકાસના મંત્ર પર કામ કરે છે. કોંગ્રેસે ગરીબોને અનામત દેવાનું વચન આપ્યું હતું, પરંતુ પછી ગઝની થઇ ગઇ. સામાન્ય વર્ગનાં ગરીબોને 10 ટકા અનામત પણ ચોકીદારે આપી, તે પણ કોઇનો હક છોડ્યા વગર.


BJPએ કહ્યું અમે હટાવીશું 370, પાક.ને લાગ્યા મરચા કહ્યું કોઇ પણ સ્થિતીમાં નહી થવા દઇએ

કોંગ્રેસ ડુબેલું ટાઇટેનિક જહાજ
જ્યારે પણ કોંગ્રેસ સંકટમાં આવે છે તો પાર્ટી ખોટા વચનોનાં પટારા ખોલી દે છે, જો કે ત્યાર બાદ ગઝની બની જાય છે. કોંગ્રેસ મધ્યમવર્ગ વિરોધી છે. કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરામાં એક વખત પણ મધ્ય વર્ગ શબ્દ જ નથી. એટલા માટે કોંગ્રેસથી સતર્ક રહેવું જોઇએ. ચોકીદારની જેમ ચોક્કસ રહો. કોંગ્રેસની સ્થિતી ટાઇટેનિક જહાજ જેવી છે. જે સતત ડુબી જ રહી છે. કોંગ્રેસ સાથે જે જે પણ  આ જહાજમાં બેઠા હતા, તે એનસીપીની જેમ કાં તો ડુબી જાય છે અથવા તો ઉભા થઇને ભાગે છે.