નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસ મહામારીને લઈને સરકાર પર સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે પહેલા જ્યારે મહામારી આવતી હતી ત્યારે લોકો બીમારીથી ઓછા અને ભૂખમરાથી વધુ મરતા હતા, પરંતુ અમે કોઈને ભૂખ્યા રહેવા દીધા નથી અને 80 કરોડ લોકોને સતત રાશન આપ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ભાજપના સાંસદો આપી આ સલાહ
ભાજપની પાર્લિયામેન્ટ્રી પાર્ટીની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટીના સાંસદોને સલાહ આપી અને કહ્યું કે સત્ય એટલે કે સરકારના કામને જનતા સુધી પહોંચાડો. સત્યને જનતા સુધી પહોંચાડવું એ આપણી પહેલી પ્રાથમિકતા છે. કોરોના વાયરસ આપણા માટે રાજનીતિ નથી, પરંતુ માનવતાનો વિષય છે. 


જનતાને જણાવો ભારત અને અન્ય દેશોની સ્થિતિ
પીએમ મોદીએ ભાજપના સાંસદોને કહ્યું કે તમે લોકોને કોરોના વાયરસ વિરુદ્ધ ભારત કેવી રીતે લડ્યું અને દુનિયામાં શું સ્થિતિ રહી તે વિશે તુલનાત્મક રીતે જણાવો. આ સાથે જ પીએમ મોદીએ ચોમાસુ સત્ર દરમિયાન તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવા કહ્યું. 


Raj Kundra Arrested: આ રીતે ચાલતો હતો Soft Pornography નો સમગ્ર ખેલ, જાણો રાજ કુન્દ્રા અને ડર્ટી એપની INSIDE STORY


પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
બેઠકમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ બધી જગ્યાએથી ખતમ થઈ રહી છે પરંતુ તેને પોતાની ચિંતા નથી અને આપણી ચિંતા વધુ છે. કેરળ બંગાળ અને આસામમાં હાર્યા બાદ પણ તેઓ ઊંઘમાંથી જાગ્યા નથી. 


AIIMS ના ડાયરેક્ટરે શાળાઓ ખોલવાની વાતનું કર્યું સમર્થન, કહ્યું- 'બાળકોની ઈમ્યુનિટી મજબૂત'


દેશમાં કોરોના રસીની કોઈ કમી નથી
પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં કહ્યું કે દિલ્હીમાં 20 ટકા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ હજુ પણ વેક્સિનેટેડ થયા નથી. આ સાથે જ તેમણે કહ્યું કે દેશમાં કોરોના રસીની કોઈ કમી નથી. તેને લઈને નકારાત્મક માહોલ બનાવવાની કોશિશ થઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube