India-EU Summit: PM મોદીએ EUને ગણાવ્યું ભારતનું નેચરલ પાર્ટનર, કહી આ મહત્વપૂર્ણ વાતો
ભારત-યૂરોપીય સંઘ શિખર સંમેલન (India-EU Summit 2020)નું 15 જુલાઇના રોજ આયોજન કરવામાં આવ્યું. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારે સંમેલનમાં કહ્યું કે આ વાર્તાથી યૂરોપ સાથે દેશના આર્થિક તથા સાંસ્કૃતિક સંબંધ વધુ મજબૂત થશે.
નવી દિલ્હી: ભારત-યૂરોપીય સંઘ શિખર સંમેલન (India-EU Summit 2020)નું 15 જુલાઇના રોજ આયોજન કરવામાં આવ્યું. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારે સંમેલનમાં કહ્યું કે આ વાર્તાથી યૂરોપ સાથે દેશના આર્થિક તથા સાંસ્કૃતિક સંબંધ વધુ મજબૂત થશે.
પીએમ મોદીએ કહ્યું કે 'કોરોના વાયરસના કારણે માર્ચમાં ભારત-યૂરોપીઉય સંઘ શિખર સંમેલનને સ્થગિત કરવી પડી હતી. સારી વાત એ છે કે આજે અમે વર્ચુઅલ માધ્યમથી મળી રહ્યા છીએ.
તેમણે આગળ કહ્યું કે 'તમારા શરૂઆતી રિમાર્ક્સ માટે ધન્યવાદ. તમારી માફક હું પણ ભારત અને યૂરોપના સંબંધોને વધુ વિસ્તૃત અને ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છું. તેના માટે આપણે એક લાંબાગાળાની રણનીતિને અપનાવવી જોઇએ.
પીએમ મોદીએ કહ્યું 'આ સાથે-સાથે એક એજન્ડા પણ બનાવવો જોઇએ. જેને નિર્ધારિત સમયસીમામાં કાર્યાન્વિત કરવામાં આવે. ભારત અને EU નેચરલ પાર્ટનર છે. આપણી પાર્ટનરશિપ વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે ઉપયોગી છે. આ વાસ્તવિકતા આજની વૈશ્વિક સ્થિતિમાં પણ સ્પષ્ટ થઇ ગઇ છે. આપણે બંને લોકતંત્ર, બહુમતિવાદ, સમાવેશિતા, આંતરાષ્ટ્રીય સંસ્થાઓ માટે સન્માન, બહુપક્ષવાદ, પારદર્શિતા જેવા સાર્વભૌમિક મૂલ્ય શેર કરે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube