નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ઉદ્યમી ભારત કાર્યક્રમમાં ભાગ લીધો. આ અવસરે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને ભાનુપ્રતાપ સિંહ વર્મા પણ હાજર રહ્યા. તેમણે 'રાઈઝિંગ એન્ડ એક્સેલરેટિંગ MSME પરફોર્મન્સ (RAMP)' પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અને અન્ય સુવિધાઓનો પણ શુભારંભ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકલ ઉત્પાદનોને ગ્લોબલ બનાવવાનો સંકલ્પ લીધો છે
પીએમ મોદીએ કહ્યું કે ભારતની નિકાસ સતત વધી, ભારતની પ્રોડક્ટ્સ નવા બજારોમાં પહોંચે તે માટે દેશના MSME સેક્ટરનું સશક્ત હોવું ખુબ જરૂરી છે. અમારી સરકાર તમારા આ સામર્થ્ય, આ સેક્ટરની અસીમ સંભાવનાઓને ધ્યાનમાં રાખતા નિર્ણય લઈ રહી છે અને નીતિઓ બનાવી રહી છે. લોકલ ઉત્પાદનોને અમે ગ્લોબલ બનાવવાનો સંકલ્પ લીધો છે. મેક ઈન ઈન્ડિયા માટે લોકલ સપ્લાય ચેન બને તેનો પ્રયત્ન છે, જે ભારતની વિદેશો પર નિર્ભરતા ઓછી કરી શકે. આથી એમએસએમઈ સેક્ટરનો વિસ્તાર કરવા પર અભૂતપૂર્વ જોર અપાઈ રહ્યું છે. 


MSME સેક્ટરનો ગણાવ્યો આ અર્થ
પીએમ મોદીએ MSMS સેક્ટરનો અર્થ ગણાવતા કહ્યું કે અમારા માટે MSME નો અર્થ છે Maximum Support to Micro Small and Medium Enterprises. MSME સેક્ટરને મજબૂતાઈ આપવા માટે છેલ્લા આઠ વર્ષમાં અમારી સરકારે બજેટમાં 650 ટકાથી વધુનો વધારો કર્યો છે. ભારત આજે 100 રૂપિયા કમાય છે તો  તેમાંથી 30 રૂપિયા MSME સેક્ટરથી આવે છે. MSME સેક્ટરને સશક્ત કરવાનો અર્થ છે સમાજને સશક્ત બનાવવો. બધાના વિકાસના લાભના ભાગીદાર બનવું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube