લખનઉ: આવતા વર્ષે યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી (UP Assembly Election 2022) પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) ના મોટા નેતાઓ સતત યુપીની મુલાકાત લઈ રહ્યા છે. આ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજથી (19 નવેમ્બર) ત્રણ દિવસ યુપીની મુલાકાતે છે. પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદી બુંદેલખંડના મહોબા અને ઝાંસીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ સહિત બુંદેલખંડને ઘણી ભેટ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીનો યુપી પ્રવાસનો કાર્યક્રમ
- PM મોદી 19 નવેમ્બરે બુંદેલખંડના મહોબા અને ઝાંસીની મુલાકાત લેશે.
- પીએમ મોદી બપોરે 2.15 કલાકે મહોબા પહોંચશે અને અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ સહિત અનેક ગિફ્ટ આપશે.
- પ્રધાનમંત્રી મોદી બપોરે 3.45 કલાકે મહોબાથી ઝાંસી માટે રવાના થશે.
- પીએમ મોદી સાંજે 4.45 કલાકે ઝાંસી પહોંચશે.
- PM મોદી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે ઝાંસીના કિલ્લામાં હાજર રહેશે અને કિલ્લામાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ જોશે.
- પીએમ મોદી મોડી સાંજે ઝાંસીમાં જનસભાને પણ સંબોધિત કરશે.
- 19 નવેમ્બરની રાત્રે પીએમ મોદી યુપીની રાજધાની લખનઉમાં રોકાશે.


PM Modi Address Nation: પીએમ મોદીની મોટી જાહેરાત, ત્રણ કૃષિ કાયદા કર્યા રદ


મહોબામાં અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન
PM નરેન્દ્ર મોદી (Narendra Modi) મહોબામાં 2655 કરોડના ખર્ચે અર્જુન સહાયક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ જનસભાને પણ સંબોધિત કરશે. અર્જુન સહાયક પ્રોજેક્ટ પર 2009 થી કામ ચાલી રહ્યું છે, આ પ્રોજેક્ટ પૂરો થવાથી બુંદેલખંડની સિંચાઈની સમસ્યા હલ થઈ જશે. આ અંતર્ગત 245 કિલોમીટર નવી કેનાલો પણ બનાવવામાં આવી છે. અર્જુન સહાયક પ્રોજેક્ટ મહોબા, હમીરપુર, બાંદાના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને 59,485 હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. આ પ્રોજેક્ટથી મહોબા જિલ્લામાં 200 લાખ ઘનમીટર પીવાનું પાણી ઉપલબ્ધ થશે. આ સાથે, બુંદેલખંડની સિંચાઈ સંબંધિત ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને અન્ય વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે.


થોડા જ કલાકોમાં થશે સદીનું સૌથી મોટું ચંદ્ર ગ્રહણ, જાણો શું કરવું અને શું ન કરવું


પીએમ મોદી ઝાંસીને આપશે ઘણી ભેટ
ઝાંસીમાં, PM મોદી ફોર્ટ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં ભાગ લેશે અને 400 કરોડના ખર્ચે બનેલ ડિફેન્સ કોરિડોર ભારત ડાયનેમિક્સના મિસાઇલ ટેકનોલોજી ઇક્વિપમેન્ટ યુનિટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદી સ્વદેશી નિર્મિત સંરક્ષણ ઉત્પાદનો અને ઉપકરણો દેશને સમર્પિત કરશે. આ ઉપરાંત ઝાંસીથી ભારતીય વાયુસેનાને ફાઈટર એરક્રાફ્ટ (લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર) પણ સોંપવામાં આવશે. તેઓ 600 મેગાવોટના ગરોંથા સોલર પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ પણ કરશે અને અટલ એકતા ઝાંસી પાર્કનું ઉદ્ઘાટન પણ કરશે.


હિન્દીને હથિયાર બનાવી ભારતમાં નફરત ફેલાવવા માંગે છે જિનપિંગ, આવી છે ચીનની તૈયારી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝાંસીમાં નૌકાદળને એડવાન્સ ઈલેક્ટ્રોનિક વોરફેર (EW) સ્યુટ સોંપશે. તેના દ્વારા આધુનિક રડાર અને એન્ટી શિપ મિસાઈલથી સુરક્ષા આપવામાં આવશે. તેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ સમારોહનું આયોજન 'રાષ્ટ્ર રક્ષા સન્માન પર્વ' અંતર્ગત કરવામાં આવશે. આ સિવાય તેઓ ઝાંસીમાં 400 કરોડના ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તે જ સમયે, રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' સ્થિતિમાં રહી હતી. SAFAR એજન્સી અનુસાર, શુક્રવારે સવારે દિલ્હીનો AQI 332 નોંધાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube