નવી દિલ્હીઃ મોદી મંત્રીપરિષદની બેઠક  (Modi Cabinet Meeting) માટે તારીખ અને સમય નક્કી થઈ ગયો છે. આ બેઠક 30 જૂને સાંજે પાંચ કલાકે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની સાથે મંત્રીપરિષદની બેઠકમાં બધા કેબિનેટ મંત્રી, સ્વતંત્ર પ્રભાર મંત્રી અને બધા રાજ્યમંત્રી હાજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વની છે આ બેઠક
તમને જણાવી દઈએ કે આ બેઠકને ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. હાલના દિવસોમાં મંત્રીમંડળના વિસ્તારની સતત ચર્ચાઓ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં સંભવિત મોદી મંત્રીમંડળના વિસ્તારની સાથે નવા ચહેરાને લઈને પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 27 સંભવિત નેતાઓના કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થવાની ચર્ચા છે. 


આ પણ વાંચોઃ Corona: મુંબઈમાં 50 ટકાથી વધુ બાળકોમાં કોરોનાની એન્ટીબોડી હાજર, સીરો સર્વેમાં સામે આવી માહિતી  


પીએમ મોદી લઈ ચુક્યા છે મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ
માહિતી તે પણ સામે આવી રહી છે કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ મંત્રીમંડળ વિસ્તારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રધાનમંત્રીએ ખુદ મંત્રીઓના સમૂહને બોલાવી તેમના મંત્રાલયોના કામકાજની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ રહ્યા હતા. સૂત્રો પ્રમાણે આ બેઠક પાંચ કલાકથી વધુ ચાલી હતી અને ઘણા મંત્રીઓએ પોતાના મંત્રાલયના કામકાજની વિગતો આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube