નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા યુદ્ધ વચ્ચે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જેની અસર હવે ભારત સહિત વિશ્વના બાકીના દેશોમાં થવા લાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ નરેન્દ્ર મોદીએ બદલાતી પરિસ્થિતિઓમાં ભારતના સ્ટેન્ડ અંગે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં ત્રણેય સેવાઓના પ્રમુખો સહિત ટોચના અધિકારીઓ અને મંત્રીઓ હાજરી આપે તેવી શક્યતા છે.


તમને જણાવી દઈએ કે ભારતના લગભગ 20 હજાર નાગરિકો યુક્રેનમાં ફસાયેલા છે. તેમાંથી 18 હજાર વિદ્યાર્થીઓ એવા છે, જેઓ ત્યાં મેડિસિનનો અભ્યાસ કરવા ગયા છે. આ નાગરિકોની સુરક્ષા ભારત માટે મહત્વપૂર્ણ છે. તે રશિયન અને યુક્રેનની સરકારો સાથે સંકલન કરીને ફસાયેલા નાગરિકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં 2 બેચમાં લગભગ 600 વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી નિકાળવામાં આવ્યા છે. 


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષમાં અત્યાર સુધી ભારતનું વલણ તટસ્થ રહ્યું છે. જો કે અમેરિકા અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશો ભારત પર રશિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા દબાણ કરી રહ્યા છે. પરંતુ રશિયા સાથેના ખાસ સંબંધોને જોતા ભારતે આ મામલે વ્યૂહાત્મક મૌન સેવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે આ મામલો યુદ્ધને બદલે પરસ્પર વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube