PM Narendra Modi Birthday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)દેશના તે લોકોમાં સામેલ છે જેને કરોડો લોકો ફોલો કરે છે. PM અત્યારે દેશમાં કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી. લોકો તેમને મળવા માંગે છે અને તેના માટે ઘણા કારણો હોઈ શકે છે - જેમ કે તેમના નિર્ણયોની ટીકા, તેમની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામ પર પ્રતિક્રિયા, ફરિયાદો અથવા ઘણી ફરિયાદો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી દેશના એવા પ્રધાનમંત્રી છે જેમણે દેશમાં ડિજિટલ ક્રાંતિને પ્રોત્સાહન આપ્યું છે. તે ટેક્નોલોજી દ્વારા વિકાસની વાત કરે છે અને લોકો સાથે કનેક્ટ થવા માટે દર મહિને મન કી બાત પણ કરે છે. જો તમે પણ દેશના પ્રધાનમંત્રી સાથે સંપર્ક કરવા ઈચ્છો છો તો તેના ઘણા માર્ગ છે. 


ફેસબુક, ટ્વિટર વગેરે જેવા સોશિયલ મીડિયા પર પીએમ મોદીને કરોડો લોકો ફોલો કરે છે. અને તે વિશ્વના સૌથી સક્રિય અને પ્રતિભાવશીલ નેતાઓમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર સક્રિય છે. તમે તેના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો સંપર્ક કરી શકો છો.


ફેસબુક (Facebook): https://www.facebook.com/narendramodi


ટ્વિટર (Twitter): https://twitter.com/narendramodi


ઇન્સ્ટાગ્રામ (Instagram): https://www.instagram.com/narendramodi


યૂટ્યૂબ (YouTube): https://www.youtube.com/user/narendramodi


પીએમઓ ફેસબુક પેજ (PMO Facebook Page): https://www.facebook.com/pmoindia


પીએમઓ ટ્વિટર પેજ (PMO Twitter Page): https://twitter.com/pmoindia


પીએમઓ યૂટ્યૂબ ચેનલ (PMO YouTube Channel): https://www.youtube.com/pmoindia


તમે ઈચ્છો તો પીએમ મોદીને ટ્વીટમાં ટેગ પણ કરી શકો છો- @PMOIndia or @Narendramodi


દેખીતી રીતે દરેક સાથે રૂબરૂ વાત કરવી અને દરેકને જવાબ આપવો શક્ય નથી. PM માટે આવનારા સંદેશાઓ પર નજર રાખવા અને તેનો જવાબ આપવા માટે એક ટીમ છે, જેની પાસેથી તે નિયમિત અપડેટ્સ લે છે અને ઘણા સંદેશાઓ અને ફરિયાદોનો જવાબ પણ આપે છે.


ઈમેલ પર પીએમ મોદીનો સંપર્ક કરવાની રીત-
પ્રધાનમંત્રીની ઓફિસથી  connect@mygov.nic.in પર ઈમેલ કરીને પણ સંપર્ક કરી શકાય છે. આ એકાઉન્ટ ખાસ કરીને જનતા સાથે વાતચીત માટે છે. 


આ સિવાય પીએમ મોદી સાથે ઈમેલ આઈડી પર પણ સંપર્ક કરી શકાય છે
narendramodi1234@gmail.com and his PMO email id: connect@mygov.nic.in.


પીએમ મોદીનો પત્ર લખી સંપર્ક કરો-
જો તમે પીએમ મોદીને પત્ર લખવા ઈચ્છો છો તો તેમનો ઓફલાઇન પણ સંપર્ક કરી શકો છો.


સપનામું- Web Information Manager, South Block, Raisina Hill, New Delhi -110011 — Phone Number – +91-11-23012312


ફેક્સ (Fax) – +91-11-23019545 , 23016857.


જો તમે પીએમ મોદીને https://pmindia.gov.in દ્વારા કોઈ પત્ર લખો છો તો તમારે Honourable Prime minister of India’લખીને પત્રને તેમના સત્તાવાર એડ્રેસ residence–7, Lok Kalyan Road, New Delhi નો ઉલ્લેખ કરવો પડશે. ત્યારબાદ આ પત્ર સીધો પ્રધાનમંત્રી પાસે પહોંચી જશે. 


તમારી ફરિયાદ આ રીતે પીએમ મોદીને મોકલો-
પ્રધાનમંત્રી મોદીએ પણ જનતા સાથે વાતચીત કરવા ઈ-ગવર્નન્સ સિસ્ટમનો સહારો લીધો છે. પબ્લિક ગ્રીવન્સ માટે એક અલગ પોર્ટલ છે જેના દ્વારા તમે તમારી ફરિયાદ પીએમને મોકલી શકો છો. આ ઉપરાંત આ પોર્ટલ પર સૂચનો, પ્રતિસાદ, સમસ્યાઓ, શુભેચ્છાઓ, એપોઇન્ટમેન્ટ રિક્વેસ્ટ વગેરે પણ કરી શકાય છે.


પીએમ ઓફિસની સત્તાવાર વેબસાઇટ – https://pgportal.gov.in/pmocitizen/Grievancepmo.aspx


ફરિયાદ માટે લિંક: https://pmopg.gov.in/CitizenReforms/Registration/Index


આ છે પીએમ મોદીના ફોન નંબર-
જો તમે પીએમ નરેન્દ્ર મોદીનો સંપર્ક કરવા ઈચ્છો છો તો સૌથી સરળ રીત છે એટલે કે ફોન કરવા ઈચ્છો છો તો તેમની ઓફિસ તથા ઘરનો નંબર ઉપલબ્ધ છે. અહીં તમે ફોન પર કે ફેક્સ કરી તમારી ફરિયાદ નોંધાવી શકો છો. 


PMO: 011-23012312
PMO Fax: 011-23016857
પીએમ મોદીના કોન્ટેક્સ નંબર: 011-23015603, 11-23018939, 011-23018668
PMO હેલ્પલાઇન: +91-1800-110-031