CWG 2022: `ક્યોં પડે હો ચક્કર મે, કોઈ નહીં હૈ ટક્કર મેં` PM મોદીએ આ રીતે વધાર્યું ખેલાડીઓનું મનોબળ
બર્મિંઘમમાં 28 જુલાઈથી શરૂ થનારા કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના 5 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે જેમાં ભારતીય ટીમના પણ 215 ખેલાડીઓ ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે ભારતીય ખેલાડીઓ રવાના થાય તે પહેલા પીએમ મોદીએ આજે તમામ ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો અને તેમનો જુસ્સો વધાર્યો.
PM Modi Interaction With CWG 2022 Athletes: બર્મિંઘમમાં 28 જુલાઈથી શરૂ થનારા કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના 5 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે જેમાં ભારતીય ટીમના પણ 215 ખેલાડીઓ ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે ભારતીય ખેલાડીઓ રવાના થાય તે પહેલા પીએમ મોદીએ આજે તમામ ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો અને તેમનો જુસ્સો વધાર્યો.
પીએમ મોદીએ ખેલાડીઓને પદક જીતવાનું ટેન્શન ન લેવાની વાત કરતા કહ્યું કે તેઓ આ ખેલોનો આનંદ લેતા પોતાનું સંપૂર્ણ સમર્પણ કરે અને કોમનવેલ્થ ગેમ્સમાં તિરંગો લહેરાતો જોવાને જ પોતાનું લક્ષ્ય રાખે.
ખુબ રમો, દમદાર રમો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય ખેલાડીઓને કહ્યું કે તમારે લોકોએ શું કરવાનું છે, કેવી રીતે રમવાનું છે, તેના તો તમે એક્સપર્ટ છો. હું બસ એટલું કહીશ કે મન ભરીને રમજો, ખુબ રમજો, પૂરી તાકાતથી રમજો અને કોઈ પણ ટેન્શન લીધા વગર રમશો. તમારે 'કોઈ નહીં હૈ ટક્કરમે, કહાં પડે હો ચક્કર મે' એ તેવર સાથે રમવાનું છે.
Shocking...પુત્રવધુએ સસરાને પ્રાઈવેટ પાર્ટ પર લાતો મારતા મોતના મુખમાં ધકેલ્યા, Video જોઈ હચમચી જશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube