નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 2020ની દિવાળી (Diwali 2020) પણ સૈનિકો સાથે ઉજવી. આ વખતે પ્રધાનમંત્રી જેસલમેર  (Jaislamer)ના લોંગેવાલા પોસ્ટ પર ભારતીય સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવવા માટે પહોંચ્યા. અહીં તે ભારતીય સેના (Indian Army)ના ટેંક પર સવાર થયા. જવાનોને મીઠાઇ વહેંચી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન પાકિસ્તાનને કડક સંદેશ
પહેલાં લોંગેવાલા પોસ્ટ અને પછી જેસલમેર એરબેસ પર મોદીએ દેશના બહાદુર જવાનોને સંબોધિત કર્યા. જેસલમેર ઐતિહાસિક લોંગેવાલા પોસ્ટ પરથી પીએમ મોદીએ ચીન અને પાકિસ્તાન બંને લલકાર્યા. બોર્ડર પરથી આતંકવાદ અને વિસ્તારવાદ બંને પર પ્રચંડ પ્રહાર કર્યા. 


'રાષ્ટ્રદીપ બની ગયા મેજર કુલદીપ'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ લોંગેવાલા પોસ્ટની લડાઇ (Longewala War)ને યાદ કરતાં મેજર કુલદીપ સિંહ ચાંદપુરીના અમિત યોગદાનને નમન કર્યું. તેમણે કહ્યું કે ક્યારેક ક્યારે મને લાગે છે કે કુલદીપના માતા-પિતાએ તેમનું નામ કુલના દીપક સમજીને રાખ્યા હતા, પરંતુ તે પોતાના પરાક્રમથી રાષ્ટ્રદીપ બની ગયા. લોંગેવાલાના યુદ્ધ અમારા શૌર્યનું પ્રતિક તો છે જ, આ વાયુ, થલ અને નૌસેનાના સારા સમન્વયનું પ્રતિક છે. તેને દુનિયાની દુનિયાની સામે મિસાલ રજૂ કરી. લોંગેવાલાની લડાઇના 50 વર્ષ થવા થઇ રહ્યા છે. આ ઇતિહાસને અમે ઉજવવા જઇ રહ્યા છે. આગામી પેઢીઓએ તેનાથી પ્રેરણા લે. 

બોર્ડર પર પીએમ મોદીનો ચીન અને પાકિસ્તાનને કડક સંદેશ, કહ્યું- 'ઉશ્કેરશો તો છોડીશું નહી'


બેટલ ઓફ લોંગેવાલાનો ઇતિહાસ
જ્યારે પણ સૈન્ય ઇતિહાસ લખવામાં આવશે તો બેટલ ઓફ લોંગેવાલાનું નામ જરૂર લખવામાં આવશે. જ્યારે પાકિસ્તાનની સેના બાંગ્લાદેશી (ત્યારે પૂર્વી પાકિસ્તાન) લોકોને ખતમ કરી રહી હતી. ત્યાંથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાને અમારી પશ્વિમી સીમા પર મોરચો ખોલી દીધો, પરંતુ તેમને લેવાના દેવા પડી ગયા. અહીંના પરાક્રમની ગૂંજએ પાકિસ્તાનનો આત્મવિશ્વાસ તોડી દીધો. તેમને શું ખબર હતી કે તેમનો સામનો મા ભારતીના પુત્રો સાથે થવાનો છે. મેજર કુલદીપ સિંહ ચાંદપુરીએ દુશ્મનોને ધૂળ ચટાડી દે. 


લોંગેવાલાની પોસ્ટ બોર્ડરના ખૂબ નજીક છે. 1971માં પાકિસ્તાનની યોજના હતી કે લોંગેવાલા હુમલો કરીને તેને બેસ બનાવી લેવામાં આવે. ભારતને અંદાજ હતો કે હુમલો થઇ શકે છે. એવામાં પોસ્ટના ત્રણ તરફથી વાડથી ઘેરી દેવામાં આવી છે.  

Good News: આ વખતે કડકડતી ઠંડીમાં પણ મળશે કેરી, ખર્ચ કરવા પડશે આટલા રૂપિયા


ધરમવીરે મેજર કુલદીપ સિંહ ચાંદપુરીને ખબર કરી. બટલિયન મુખ્યાલયથી રાતના સમય વધુ મદદ ન મળવા છતાં મેજર ચાંદપુરીએ પોસ્ટ પર રહેવાનો નિર્ણય કર્યો. સામે દુશ્મનની 45 ટેન્કોની એક કોલમ ભારત તરફ આગળ વધી રહી હતી. લગભગ બે હજાર પાકિસ્તાની સૈનિક લોંગેવાલા પોસ્ટ પર કબજો કરવા માટે આગળ વધી રહી રહ્યા હતા. મેજર કુલદીપ સિંહ ચાંદપુરીની ટુકડીએ સાવધાની સાથે એંટી-ટેંક માઇંસ પાથરી દીધી. 


એંટી ટેન્ક માઇનથી જ સૌથી પહેલાં પાકિસ્તાનની એક ટેંક ઉડાવી દીધી. ત્યારબાદ ભારતીય સેના તરફ્થી જીપ પર લાગેલી 106 mm ની M40 રિકોરઇલલેસ ગન વડે પાકિસ્તાનની સેના પર પ્રચંડ પ્રહાર થયો. ભારતની પગપાળા સેના પાકિસ્તાનની ટેન્કો પર ભારે પડી. સવાર થતાં જ ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાનોએ દુશ્મનોને સ્ટ્રાઇક કરી. પાકિસ્તાની ફૌજમાં હડકંપ મચી ગયો. પાકિસ્તાની સૈનિકો ટેન્ક અને વાહન છોડીને ભાગ્યા. 


દિવાળી પર ભારતનો કડક સંદેશ
2014માં જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે, ત્યારથી તે દર વર્ષે દિવાળીના અવસર ભારતીય સૈનિકો વચ્ચે પહોંચે છે. ઓક્ટોબર 2014માં સિયાચીનથી સ્વર્ણિમ યાત્રા શરૂ થઇ છે જે જેસલમેર થઇ આગળ પણ ચાલુ રહેશે. દુશ્મનોને દર દિવાળી પર ભારતનો કડક સંદેશ મળતો રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube