Mamta Banerjee ના પહોંચ્યા PM મોદી, કહ્યું- ઉત્તરાખંડ માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે
પીએમ મોદીએ કહ્યું કે `કેટલાક લોકો ખેડૂતોના નામે પોતાના સ્વાર્થના રોટલા શેકી રહ્યા છે. ચૂંટણી પછી પશ્વિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે. બંગાળમાં ભાજપની સરકાર બનતાં પહેલાં કેબિનેટ મીટિંગમાં બંગાળના ખેડૂતોને તેમનો અધિકાર આપશે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી (Narendra Modi) આજે પશ્વિમ બંગાળ (West Bengal) ના પ્રવાસે છે. પીએમએ હલ્દિયામાં આયોજિત એક જનસાભાને સંબોધિત કરતાં સૌથી પહેલાં ઉત્તરાખંડમાં થયેલી ત્રાસદીનો ઉલ્લેખ કરતાં ત્યાંની જાણકારી શેર કરી. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે ઉત્તરાખંડના લોકોનો દ્રઢ આત્મવિશ્વાસ દરેક પ્રકારની આપદાને માત આપી શકે છે. ઉત્તરાખંડના લોકો માટે દેશ પ્રાર્થના કરી રહ્યો છે.
ચૂંટણી પછી બંગાળમાં ભાજપ સરકાર: PM
પીએમ મોદીએ કહ્યું કે 'કેટલાક લોકો ખેડૂતોના નામે પોતાના સ્વાર્થના રોટલા શેકી રહ્યા છે. ચૂંટણી પછી પશ્વિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે. બંગાળમાં ભાજપની સરકાર બનતાં પહેલાં કેબિનેટ મીટિંગમાં બંગાળના ખેડૂતોને તેમનો અધિકાર આપશે.
Uttarakhand Glacier Burst LIVE: ચમોલીમાં 16 લોકોને કરાયા રેસ્ક્યૂ, 100 ગુમ, 10ના મોત
કેંડ્ર સરકારની યોજનાઓને રોકે છે પશ્વિમ બંગાળની સરકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આગળ કહ્યું કે ભારતને બદનામ કરવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું થઇ રહ્યું છે. તો બીજી તરફ પશ્વિમ બંગાળની વાત કરીએ તો દીદી ભારત માતા કી જય બોલતાં નારાજ થઇ જાય છે. મમતા સરકાર કેંદ્રની જનકલ્યાણકારી યોજનાઓમાં રોડા નાખી રહી છે. બંગાળમાં આયુષ્માન યોજના અટકાવી દેવામાં આવી. મમતા સરકાર આ યોજના વિરૂદ્ધ ઉભી છે.
Viral Video: ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યા બાદનો દર્દનાક નજારો, જોઈને રૂવાડાં ઉભા થઇ જશે
બંગાળમાં પોલીસનું રાજકારણ
પીએમ મોદીએ કહ્યું કે ભારત સહિત આખી દુનિયાને દિશા બતાવનાર મહાન સંતો, વીરોની પાવન ધરા પશ્વિમ બંગાળને માથું ઝુકાવીને નમન કરું છું. બંગાળની આ મહાન ધરતીમાં સીએમ મમતા બેનર્જીની સરકાર પોલીસનું રાજકારણ કર્યું.
હાઇવે પર Accident થતાં Ambulance ને થશે જાણ, જલદી આટલી હાઇટેક બનશે સિસ્ટમ
ઉત્તરાખંડની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિની કરી સમીક્ષા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે વાર્તાલાપ કર્યો હતો અને ઉત્તરાખંડની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિની સમીક્ષા કરી હતી.
PMO દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી કે, “પ્રધાનમંત્રી @narendramodi આસામમાં હતા ત્યારે, તેમણે ઉત્તરાખંડની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમણે મુખ્યમંત્રી @tsrawatbjp સાથે તેમજ અન્ય ટોચના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે હાલમાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીની સ્થિતિ જાણી હતી. સત્તાધીશો દ્વારા તમામ અસરગ્રસ્ત લોકોને શક્ય હોય તેમ દરેક પ્રકારે સહકાર આપવામાં આવી રહ્યો છે.”
અન્ય એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “હું સતત ઉત્તરાખંડની સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યો છુ. સમગ્ર ભારત દેશ ઉત્તરાખંડની પડખે ઉભો છે અને રાષ્ટ્ર તમામ લોકોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યું છે. સતત વરિષ્ઠ અધિકારીઓ સાથે મારી વાતચીત ચાલી રહી છે અને NDRFની નિયુક્તિ, બચાવ કાર્ય તેમજ રાહત ઓપરેશન્સ અંગે હું અપડેટ્સ મેળવી રહ્યો છુ.”
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube