લખનઉઃ 14 ફેબ્રુઆરીએ બીજા તબક્કાના મતદાનને લઈને જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યુ છે. અતર નગરી પહોંચેલા પીએમ મોદીએ અહીં વિપક્ષનો મંત્ર પણ જણાવ્યો હતો. સપા પર હુમલો કરતા પ્રધાનમંત્રી બોલ્યા, લોકતંત્રની વ્યાખ્યા કરતા કહેવામાં આવે છે કે જનતાનું, જનતા માટે અને જનતા દ્વારા શાસન. આપણા દેશની ઘોર પરિવારવાદી પાર્ટીઓએ લોકતંત્રની ભાવનાને બદલી દીધી છે. પરિવારનું, પરિવાર માટે અને પરિવાર દ્વારા શાસન જ સપાનો અસલી મંત્ર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ આ દરમિયાન કન્નૌજમાં પડેલા દરોડાની પણ યાદ અપાવી હતી. અત્તર વેપારીના ઘરે પડેલા આવકવેરા અને જીએસટીના દરોડાને સપા સાથે જોડતા અખિલેશ પર હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ વિકાસ, રોજગાર અને રોકાણ માટે શાંતિનો માહોલ પ્રથમ શરત છે તેથી ઉત્તર પ્રદેશ આજે કાયદાના રાજને પ્રાથમિકતા આપી રહ્યું છે. પીએમ મોદીએ કાયદો વ્યવસ્થાને લઈને કહ્યુ, યોગી આદિત્યનાથે જે પ્રકારો તોફાનોને રોક્યા છે, આપણે તેને સ્થાયી રૂપ આપવાનું છે. 


આ પણ વાંચોઃ જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું 83 વર્ષની ઉંમરમાં નિધન, ઉદ્યોગ જગતમાં શોકની લહેર


આપણે બીજીવાર આવી હરકતો રાજ્યમાં થવા દેવી નથી. તેમણે આગળ કહ્યુ- પ્રથમ તબક્કાના મતદાનથી એક વાત સાબિત છે કે પરિવારવાદીઓને સપના દેખાવાના બંધ થઈ ગયા છે. તેની નીંદર ઉડી ગઈ છે. આ લોક જાતિવાદ, સંપ્રદાયવાદ ફેલાવીને મતનું વિભાજન ઈચ્છી રહ્યાં છે પરંતુ ઉત્તર પ્રદેશના લોકો માફિયાવાદ, દંગાવાદ વિરુદ્ધ એક થઈને મતદાન કરી રહ્યાં છે. પીએમ મોદીએ આ દરમિયાન ભાજપના ઉમેદવારોને જીતાડવાની અપીલ કરી હતી. 


કન્નૌજના પરફ્યૂમને ગ્લોબલ બ્રાન્ડ બનાવવા માટે કામ કરી રહ્યું છે ભાજપ
હાલમાં જ પીએમ મોદીએ કનૌજમાં પરફ્યુમના વેપારીના ઘરેથી મળેલા કરોડો રૂપિયાની યાદ અપાવતા સપા પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, કન્નૌજનો પરફ્યુમ ઉદ્યોગ પણ આ વંશવાદી પક્ષોની ખરાબ નીતિઓનો સાક્ષી છે. તેણે તેના દુષ્કર્મ અને ભ્રષ્ટાચાર છતાં ઉદ્યોગને બદનામ કર્યો. તેમણે આ ઉદ્યોગને ભ્રષ્ટાચાર સાથે જોડી દીધો. મોદીએ કહ્યું, અમે કન્નૌજના પરફ્યુમને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, તેમના મોટાભાગના ઉમેદવારો હિસ્ટ્રીશીટર છે. તેમની હાલત એવી છે કે તેમના કેટલાક ઉમેદવારો જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કાની ચૂંટણી પહેલા પીએમ મોદીએ કહ્યું કે, પ્રથમ તબક્કાની ચૂંટણીએ બીજેપીના ફરીથી સત્તામાં આવવાની પુષ્ટિ કરી છે. મોદીએ કહ્યું, સમુદાય કે જાતિના આધારે તમારા વોટને ન વહેંચો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube