PM Modi Europe visit: PM મોદી જશે યુરોપના પ્રવાસે, કહ્યું- પડકારો વચ્ચે આ પ્રવાસ મહત્વનો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સના પ્રવાસે જવાના છે. પ્રવાસ રવાના થતા પહેલા તેમણે આજે કહ્યું કે તેમનો આ યુરોપ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારતના યુરોપીયન ભાગીદારો સાથે સહયોગની ભાવના મજબૂત કરવા માંગે છે.
PM Modi Europe visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સના પ્રવાસે જવાના છે. પ્રવાસ રવાના થતા પહેલા તેમણે આજે કહ્યું કે તેમનો આ યુરોપ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારતના યુરોપીયન ભાગીદારો સાથે સહયોગની ભાવના મજબૂત કરવા માંગે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં પ્રવાસ અંગેની વિગતો જણાવી. તેમણે કહ્યું કે તેઓ જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝના નિમંત્રણ પર બીજી મેના રોજ બર્લિન પહોંચશે. ત્યારબાદ ડેનમાર્કના પોતાના સમકક્ષ મેટે ફ્રેડરિકસેનના આમંત્રણ પર 3-4 મેના રોજ કોપેનહેગન જશે. આ દરમિયાન દ્વિપક્ષીય વાતચીત થશે અને બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનનું આયોજન કરાશે.
ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે 'પેરિસમાં તેઓ તેમના મિત્ર અને હમણા જ ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે.' પીએમ મોદીએ કહ્યું કે 'મારો યુરોપ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે આ ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. પ્રવાસના માધ્યમથી, હું યુરોપીયન ભાગીદારો સાથે સહયોગની ભાવનાને મજબૂત કરવા માંગુ છું, જે શાંતિ અને સમૃદ્ધિની શોધમાં ભારતના મહત્વપૂર્ણ સાથી છે.'
અત્રે ખાસ જણાવવાનું કે પીએમ મોદીનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે હાલ યુરોપના મોટાભાગના દેશો રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયા વિરુદ્ધ એકજૂથ છે. જ્યારે ભારતે આ મામલે તટસ્થ વલણ અપનાવેલું છે.
Uttar Pradesh: દેશના આ ગામમાં પાકિસ્તાનીઓની કરોડોની જમીન છે! વિગતો જાણી ચોંકશો
ઘરમાં ઝાડુ-પોતા કરતી વખતે જો આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો ઉપાધિના પોટલા આવશે!
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube