નવી દિલ્હી : લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019)ના મુદ્દે રાજનીતિક ગરમાગરમી વધી ગઇ છે. એવામાં વડાપ્રધાન પદ માટે એનડીએ પાસ જ્યાં નરેન્દ્ર મોદીનો ચહેરો છે બીજી તરફ વિપક્ષી દળોએ અત્યાર સુધી પોતાનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર શોધી રહ્યા છે. જો કે સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસનાં અધ્યક્ષ હોવાનાં કારણે રાહુલ ગાંધીનું નામ લઇને ભાજપ પર હૂમલા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભાજપનાં રાષ્ટ્રીય પરિષદનાં અધિવેશનમાં ચૂંટણીને જોતા વડાપ્રધાન પદ માટે પોતાની દાવેદારી રજુ કરી. પોતાના ભાષણમાં વડાપ્રધાને કહ્યું કે, તેમને ફરીથી વડાપ્રધાન સા માટે બનાવવામાં આવે, તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તુલનાએ પોતાની ખુબીઓ ગણાવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળો પર દેશમાં મજબુર સરકાર બનાવવાનાં પ્રયાસ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, દેશની જનતાએ નક્કી કરવાનું છે કે 2019ની ચૂંટણીમાં તેમને સેવાભાવ, ઇમાનદારી અને સમર્પણનાં ભાવથી કામ કરનારા પ્રધાન સેવક જોઇએ કે રાજાશાહીમાં વિશ્વાસ કરનાર વ્યક્તિ.

શું તમે વારંવાર રજાઓ પર જતા રહેતા પ્રધાન સેવકને પસંદ કરશો ?
રામલીલા મેદાનમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદનાં અધિવેશનનાં બીજા દિવસે સમાપન સત્રને સંબોધિત કરતા વડાપ્રધાને સવાલ કર્યો કે શું તમે એવા સેવકને પસંદ કરશો જે તમારા ઘરના પૈસા ચોરી કરીને પોતાનાં પરિવારમાં વહેંચો ? શું તમે ઇચ્છો છો કે તેઓ પાડોશીઓને પોતાનાં ઘરની અંદરની વાત જણાવો? શું આપણે એવા સેવક પસંદ કરીશું જે પરિવારનાં સભ્યોનાં કાન ભરીને લડાવતા હોય ? તેમણે પુછ્યું કે શું તમે એવો સેવક પસંદ કરશો જેને ઘરની મર્યાદાનો ખ્યાલ નથી, શું તમે એવા સેવક ઇચ્છો છો કે જ્યારે ઘરમાં જરૂર હોય બે-ત્રણ મહિનાની રજા પર જતા રહો અને તેની ખબર પણ ન હોય .

મોદીએ કહ્યું કે, જે રીતે મે પોતાનાં ઘરનો સેવક નક્કી કરો છો તેમ દેશનો પ્રધાન સેવક પણ સમજી વિચારીને પસંદ કરો. દેશને નક્કી કરવું જોઇએ કે તેમને કેવો સેવક જોઇએ. રાત દિવસ કામ  કરનારો, ઇમાનદારીથી કામ કરનારા, તમામને એકત્ર રાખનારા પ્રધાન જોઇએ કે બીજા પ્રકારનો સેવક.