Corona Curfew In India: શું રાત્રે જ આવે છે કોરોના? વાંચો નાઇટ કર્ફ્યૂ પર પીએમ મોદીનો જવાબ
દેશમાં કોરોના વાયરસ (Corona virus) ના વધતા કેસ વચ્ચે એકવાર ફરી કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે. કોરોના વાયરસને રોકવા માટે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, લખનઉ, નોઇડા અને ગાઝિયાબાદ સહિત દેશના ઘણા શહેરમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Corona virus) ના વધતા કેસ વચ્ચે એકવાર ફરી કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે. કોરોના વાયરસને રોકવા માટે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, લખનઉ, નોઇડા અને ગાઝિયાબાદ સહિત દેશના ઘણા શહેરમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ નાઇટ કર્ફ્યૂને લઈને સમાજના એક વર્ગનું કહેવુ છે કે શું કોરોના રાત્રે જ નિકળે છે. આ કારણ છે કે પીએમ મોદીએ દેશના લોકોને રાત્રી કર્ફ્યૂની જરૂરીયાત વિશે સમજાવવું પડ્યું છે.
કોરોના મહામારીના વિકરાળ રૂપ લેવા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે નાઇટ કર્ફ્યૂનું સમર્થન કરતા કહ્યુ કે, તેને કોરોના કર્ફ્યૂનું નામ આપવાથી જાગરૂકતા વધશે. પીએમ મોદીએ કહ્યુ કે, દુનિયાભરમાં રાત્રી કર્ફ્યૂનો સ્વીકાર કરવામાં આવ્યો છે, હવે આપણે નાઈટ કર્ફ્યૂને કોરોના કર્ફ્યૂના નામથી યાદ રાખવુ જોઈએ.
આ પણ વાંચોઃ Corona: દેશમાં લાગશે લૉકડાઉન? જાણો મુખ્યંત્રીઓ સાથે બેઠકમાં શું બોલ્યા PM મોદી
પીએમ મોદીએ કહ્યુ કે, કેટલાક બુદ્ધિજીવી ડિબેટ કરે છે કે શું કોરોના રાતમાં આવે છે. હકીકતમાં દુનિયાએ રાત્રી કર્ફ્યૂનો પ્રયાગ સ્વીકાર કર્યો છે, કારણ કે દરેક વ્યક્તિને કર્ફ્યૂના સમયમાં ખ્યાલ આવે છે કે હું કોરોના કાળમાં જીવી રહ્યો છું અને બાકી જીવન વ્યવસ્થાઓ પર સૌથી ઓછો પ્રભાવ પડે છે. સારૂ હશે કે આપણે કર્ફ્યૂ રાત્રે 9 કલાકથી સવારે 5 સુધી ચલાવો જેથી બાકી વ્યવસ્થા પ્રભાવિત ન થાય અને નાઇટ કર્ફ્યૂને કોરોનાના નામથી પ્રચલિત કરો. આ શબ્દો લોકોને એક કરવામાં કામ આવી રહ્યાં છે.
બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા ઘણા રાજ્યોમાં કોરોનાની બીજી લહેરની પીકને પણ પાર કરી ચુકી છે. તેમણે કહ્યુ કે, કેસ વધવાનું એક મોટુ કારણ લોકોની બેદરકારી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, કોરોનાનો પ્રસાર રોકવા માટે ફરી યુદ્ધસ્તર પર પ્રયાસ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, લોકો પહેલાની જેમ ધ્યાન રાખી રહ્યા નથી. તંત્ર સુસ્ત જોવા મળી રહ્યું છે. એકવાર ફરી સ્થિતિ પડકારજનક થઈ રહ છે. આ વખતે પહેલાથી ખતરો વધુ છે.
આ પણ વાંચોઃ Corona: દેશના બે મહાનગરોની સ્થિતિ ખરાબ, દિલ્હીમાં 7437 તો મુંબઈમાં 8938 નવા કેસ
માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન પર ફોકસ જરૂરી
પીએમ મોદીએ કહ્યુ કે, દુનિયાભરમાં રાત્રી કર્ફ્યૂનો સ્વીકાર કરવામાં આવો છે, તેને નાઇટ કર્ફ્યૂની જગ્યાએ કોરોના કર્ફ્યૂના રૂપમાં યાદ રાખવુ જોઈએ. તેમણે કહ્યુ કે, કોરોનાને અટકાવવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન પર ફોકસ જરૂરી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, આ વખતે આપણી પાસે કોરોના સામે લડવા માટે તમામ ઉપાય હાજર છે. હવે વેક્સિન પણ છે. પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, પહેલાના મુકાબલે હવે લોકો વધુ કેયરલેસ થઈ રહ્યાં છે.
ટેસ્ટિંગ-ટ્રેકિંગ ખુબ જરૂરી
પીએમ મોદીએ કહ્યુ કે, આપણે ટેસ્ટિંગ પર ધ્યાન આપવું પડશે. શરૂઆતી લક્ષણ હોય તો સીધા ડોક્ટર પાસે જાવ. તેમણે કહ્યું કે, કોરોના એક એવી વસ્તુ છે જ્યાં સુધી તમે લઈને આવશે નહીં ત્યાં સુધી આવશે નહીં. આપણે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ વધારવા પડશે. આપણે ગમે તેમ કરી પોઝિટિવિટી રેટને 5 ટકાથી નીચે લાવવો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube