નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ પહેલી ટ્વિટ કરીને મહત્વનો સંદેશ આપ્યો. તેમણે મંત્રીમંડળના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યાં. પીએમ મોદીએ કહ્યું કે દેશના વિકાસ માટે મળી કામ કરતા રહીશું. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે ટીમમાં સારું કામ કરનારા સાંસદ છે. પીએમ મોદીએ કહ્યું કે "નવી ટીમ યુવા ઉર્જા અને પ્રશાસનિક અનુભવનું મિશ્રણ છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીવાર વડાપ્રધાન બન્યા મોદી, અમિત શાહ સહિત 24 કેબિનેટ મંત્રી, જાણો વિગતવાર


આ અગાઉ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે સત્તામાં આવેલા ભાજપના નેતૃત્વવાળા એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીએ આજે સતત બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં એક ભવ્ય સમારોહમાં મોદી અને તેમના મંત્રીમંડળના સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. 24 કેબિનેટ મંત્રી સાથે કુલ 58 મંત્રીઓએ શપથ લીધા. લગભગ 2 કલાક ચાલેલા થપથ ગ્રહણ સમારોહમાં એનડીએના જીતના સૂત્રધાર રહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર આકર્ષણનું કેન્દ્ર રહ્યાં. 


મળો આ 'ઓડિશાના મોદી'ને...કેન્દ્રની મોદી સરકારમાં બન્યાં મંત્રી


ખાસ કરીને જયશંકરને મંત્રીમંડળમાં સામેલ કરીને તથા  કેબિનેટ મંત્રીનો દરજ્જો આપીને વડાપ્રધાન મોદીએ બધાને ચોંકાવી દીધા. જયશંકર ભારતીય વિદેશ સેવાના બીજા એવા અધિકારી છે જેમને મોદીએ મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. સરકારમાં સામેલ કરાયેલા હરદીપ સિંહ પુરી પણ ભારતીય વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી રહ્યાં છે. મોદીએ શપથગ્રહણ બાદ ટ્વિટમાં કહ્યું કે 'ભારત કી સેવા કર ગૌરવાન્વિત.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...