નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સરકારની સાથે જ સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી એટલે કે સીસીએસ (Cabinet Committee on Security CCS) ની પણ નવેસરથી રચના કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમન, વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈદના દિવસે પણ કાશ્મીર અશાંત, 'કાશ્મીર બનેગા પાકિસ્તાન' અને આતંકી મસૂદના બેનર જોવા મળ્યાં 


આ અગાઉ પૂર્વની સરકારમાં રાજનાથ સિંહ આ કમિટીમાં ગૃહ મંત્રી તરીકે સામેલ હતાં, જ્યારે નાણા મંત્રી તરીકે અરુણ જેટલી અને વિદેશ મંત્રી તરીકે સુષમા સ્વરાજ તથા રક્ષા મંત્રી તરીકે નિર્મલા સીતારમન સામેલ હતાં. 


કમિટીમાં અમિત શાહ અને એસ. જયશંકરના સ્વરૂપમાં નવા ચહેરા તો સામેલ થયા જ છે પરંતુ બધાની ભૂમિકા પણ બદલાઈ ગઈ છે. હવે નિર્મલા સીતારમન નાણા મંત્રી તરીકે જ્યારે રાજનાથ સિંહ રક્ષા મંત્રી તરીકે સીસીએસની બેઠકમાં સામેલ થયા છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...