નવી દિલ્હીઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશમાં જ નહીં વિદેશોમાં પણ છે. અપ્રૂવલ રેટિંગ એજન્સીના એક સર્વેમાં આ વાત સામે આવી છે. પીએમ મોદીએ વિશ્વના અનેક નેતાઓને પાછળ છોડી દીધા છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટનના પીએમ બોરિસ જોનસનને પણ પાછળ છોડી દીધા છે. 


મોર્નિંગ કંસલ્ટના આ સર્વેમાં પીએમ મોદીની અપ્રૂવલ રેટિંગ સૌથી વધુ 70% છે. સર્વોમાં બીજા નંબર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેજ ઓબરાડોર (66%) અને ત્રીજા નંબર પર ઇટાલીના પીએમ મારિયો દ્રાગી  (58%) છે. જર્મનીના ચાન્સલર એન્જેલા મોર્કલ (54%) અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (44%) છઠ્ઠા સ્થાન પર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube