નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારમાં કેબિનેટ વિસ્તાર (Modi Cabinet Expansion) પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક સાથે 8 રાજ્યપાલોની નિમણૂક કરી છે. રાજ્યપાલોની નિમણૂંકમાં મોદી સરકારે એસસી-એસટી અને ઓબીસી સમુદાયની સાથે-સાથે મહિલાઓને પણ તક આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમવાર રેકોર્ડ સંખ્યામાં SC-ST અને OBC રાજ્યપાલ
મોદી સરકારે કેન્દ્રીય મંત્રી થાવર ચંદ ગેહલોત  (Thawar Chand Gehlot) ને કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા છે, જે ભાજપના મોટા દલિત ચહેરા તરીકે જાણીતા છે. આ સાથે પ્રથમવાર દેશમાં રેકોર્ડ સંખ્યામાં એસસી-એસટી અને ઓબીસી 
(SC-ST, OBC) સમુદાયના રાજ્યપાલ થઈ ગયા છે. 


આ પણ વાંચોઃ કેબિનેટ વિસ્તરણ પહેલા જબરદસ્ત ઉથલપાથલ, આ કેન્દ્રીય મંત્રીને બનાવી દેવાયા રાજ્યપાલ


એસસી સમુદાયના રાજ્યપાલ
થાવર ચંદ ગેહલોત (Thawar Chand Gehlot) ભાજપના સૌથી મોટા એસસી નેતાઓમાંથી છે, જેને કર્ણાટકના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા છે. રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય ત્રિપુરાના રાજ્યપાલના રૂપમાં કાર્યભાર સંભાળશે. બેબી રાની મૌર્ય વર્તમાનમાં ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે કાર્યરત છે. 


જનજાતીય સમુદાયોના રાજ્યપાલ
ગુજરાત ભાજપના નેતા મંગુભાઈ છગનભાઈ પટેલ  (Mangubhai Chhaganbhai Patel) ને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, જે આદિવાસી સમુદાયના મોટા નેતા છે. તો અનસુઇયા ઉઇકે (Anusuiya Uikey) છત્તીસગઢના રાજ્યપાલ છે. 


આ પણ વાંચોઃ મોદી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા મોટો નિર્ણય, નવસારીના મંગુભાઈ પટેલને MP ના રાજ્યપાલ બનાવાયા


ઓબીસી સમુદાયના રાજ્યપાલ
લોનિયા સમુદાયથી આવતા ફાગૂ ચૌહાણ ( Phagu Chauhan) બિહારના રાજ્યપાલ તરીકે કાર્યરત છે. રમેશ બૈસને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, જ્યારે બંડારૂ દત્તાત્રેય હરિયાણાના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળશે. તો ગંગા પ્રસાદ ચૌરસિયાને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે અને તમિલિસાઈ સૌંદર્યરાજન તેલંગણાની સાથે પુડુચેરીના રાજ્યપાલનો પદભાર સંભાળી રહ્યાં છે. 


જાટ સમુદાયના 3 રાજ્યપાલ
આ લગભગ ભારતના ઈતિહાસમાં પ્રથમવાર છે કે જાટ સમુદાયના 3 લોકો દેશમાં રાજ્યપાલ છે. જગદીપ ધનખડ પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ છે તો આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ છે. સત્યપાલ મલિક મેઘાલયના રાજ્યપાલના રૂપમાં કાર્યરત છે. 


બે મુસ્લિમ રાજ્યપાલ
આરિફ મોહમ્મદ ખાન  (Arif Mohammad Khan) કેરલના રાજ્યપાલ છે અને નજમા હેપતુલ્લા (Najma Heptulla) મણિપુરના રાજ્યપાલના રૂપમાં કાર્યરત છે. બન્ને મુસ્લિમ સમુદાયના મોટા નેતા છે. 


બે તેલુગુ રાજ્યપાલ
બે તેલુગૂ ભાષી સમુદાયના લોકો પણ દેશમાં રાજ્યપાલ છે. બંડારૂ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, જ્યારે આંધ્ર પ્રદેશના ભાજપ નેતા ડો. હરિ બાબૂ કંભમપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બન્ને નેતા તેલુગૂ સમુદાયથી આવે છે. 


2014થી અત્યાર સુધી 8 મહિલાઓની થઈ નિમણૂક
2014થી અત્યાર સુધી 8 મહિલાઓને રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ ભારતની નારી શક્તિને સશક્ત બનાવવાના પ્રધાનમંત્રીના વિશ્વાસને અનુરૂપ છે. અત્યાર સુધી મૃદુલા સિન્હા, દ્રૌપદી મુર્મૂ (આદિવાસી સમુદાયના નેતા), નજમા હેપતુલ્લા, આનંદીબેન પટેલ, બેબી રાની મૌર્ય (એસસી નેતા), અનુસુઇયા ઇઇકે (એસટી નેતા), તમિલસાઈ સુંદરરાજન (ઓબીસી નેતા) અને કિરણ બેદી. 


આ પણ વાંચોઃ દિલ્હી HC એ ટ્વિટરની ખુબ ઝાટકણી કાઢી, કેમ હજુ કરી નથી ગ્રીવાન્સ અધિકારીની નિયુક્તિ?


અગાઉની સરકારોમાં મહિલા રાજ્યપાલો
જવાહરલાલ નહેરુ: સરોજિની નાયડુ, પદ્મજા નાયડુ અને વિજયલક્ષ્મી પંડિત (જવાહરલાલ નેહરુના બહેન).
મોરારજી દેસાઇ: શારદા મુખર્જી અને જ્યોતિ વેંકટચલમ્.
રાજીવ ગાંધી: કુમુદબેન જોશી, રામ દુલારી સિંહા, અને સરલા ગ્રેવાલ.
વી.પી.સિંઘ: ચંદ્રાવતી.
પીવી નરસિંહ રાવ: શીલા કૌલ અને રાજેન્દ્ર કુમારી બાજપાઇ.
એચડી દેવેગૌડા: ફાતિમા બાયવિક.
આઈ.કે.ગુજરાલ: વી.એસ.રામાદેવિક.
અટલ બિહારી વાજપેયી: રજની રાય.
મનમોહન સિંહ: પ્રતિભા પાટિલ, પ્રભા રાવ, માર્ગારેટ આલ્વા, કમલા બેનીવાલ, ઉર્મિલા સિંહ અને શીલા દીક્ષિત.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube