ઝી બ્યૂરો, અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસી વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયાની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે 3 શહેરોની મુલાકાત લેશે. તેઓ અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે. નરેન્દ્ર મોદી આજે સવારે 9 કલાક વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. પ્રધાનમંત્રી એરપોર્ટ પરથી સીધા ઝાયડ્સના પ્લાન્ટ પર જશે. આ તેમનો ગુજરાત પ્રવાસ માત્ર 2 કલાકનો રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રીની અમદાવાદ મુલાકાતને લઇને તંત્ર દ્વારા  આગમમને લઈન અમદાવાદ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. ઝાયડસના પ્લાન્ટને ફરતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે. તેમજ હેલિપેડ પણ તૈયાર કરાવાઈ રહ્યું છે. 500થી પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં હાજર રહેશે. જેમાં 4 એસપી, 10 ડીવાયએસપી, 12 પીઆઇ, 40 પીએસઆઇ સહિત BDDS અને LCB, SOGની ટીમ પણ  પીએમના બંદોબસ્ત માં ખડેપગે રહેશે. 


ભારત કોવિડ-19 સામેની લડતના નિર્ણાયક તબક્કામાં પ્રવેશ્યું છે ત્યારે પ્રધાનમંત્રીની આ સુવિધા સ્થળની મુલાકાત અને વૈજ્ઞાનિકો સાથેની ચર્ચા નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયાસો, પડકારો અને રોડમેપના પ્રથમ દ્રષ્ટિનો પરિપ્રેક્ષ્ય મેળવવામાં મદદ કરશે.


અમદાવાદથી પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ જશે મોદી 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  28 તારીખે અમદાવાદથી પૂણે જવા નીકળે. બપોરે 12:30 વાગે તેઓ પૂણે જશે. અહીં પ્રધાનમંત્રી પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. જ્યાં લગભગ એક કલાક સુધી રહેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી કોરોના વેક્સીન પર તમામ જાણકારીઓ મેળવશે. પૂણે બાદ તેઓ હૈદરાબાદ માટે જવા રવાના થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube