બિશ્કેક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં એસસીઓ શિખર સમ્મેલન ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ સાથે મુલાકાત યોજી હતી. વડાપ્રધાન મોદીએ શી જિનપિંગને જન્મ દિવસની આગોતરી શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બંન્ને દેશ મળીને આગળ વધી શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સૌથી પહેલા તો 15 જુને તમારો જન્મ દિવસ છે, એટલા માટે મારા તરફથી અને ભારતનાં લોકો તરફથી તમને ખુબ ખુબ શુભકામનાઓ. ભારતમાં ચૂંટણી પરિણામો આવ્યા બાદ મને સંદેશ મળ્યો, તમને મને શુભકામનાઓ આપી. આજે તમે મને ફરી શુભકામના આપી જેના માટે આપનો ખુબ ખુબ આભાર. જેવું કે આપણે કહ્યું કે આગામી દિવસોમાં અનેક વિષયોમાં આપણે આગળ વધી શકીએ છીએ. આપણે બંન્ને સમાન કાર્યકાળ મળ્યો. એક પ્રકારે સાથે મળીને કામ કરવા માટે જ મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળમાં મમતા-જુનિયર ડોક્ટર્સ સામ સામે, 7 પ્રોફેસરનાં રાજીનામા


RBIનો રાજ્ય સરકાર પર પ્રતિબંધ, સરકારી પગારથી માંડી બિલ બધુ જ અટકશે !
વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગને ભારત આવવા માટેનુ આમંત્રણ પાઠવ્યું. મસુદ અઝહર મુદ્દે પણ આભાર કહ્યો. આ અગાઉ વડાપ્રધાન મોદી શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ) શીખ સમ્મેલન માટે ગુરૂવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચ્યા. મોદી લોકસભા ચૂંટણીમાં ફરીએકવાર જીત્યા બાદ બહુપક્ષીય સમ્મેલનમાં ભાગ લઇ રહ્યા છે. 


ભારત હવે અંતરિક્ષમાં પણ મહાશક્તિ બનવા તરફ, પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે: ઇસરો
ISRO ના ચંદ્રયાન-2 પ્રોજેક્ટ બાદ ભારત સુરજ સામે મીટ માંડશે !
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કર્યું કે, વૈશ્વિક મંચ પર ભારતની હાજરીને મજબુત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ બિશ્કેકમાં 13-14 જુન, 2019ના રોજ શંઘાઇ સહયોગ સંગઠન પરિષદના રાષ્ટ્ર પ્રમુખોની બેઠકમાં જોડાયેલા હોવા માટે બે દિવસીય યાત્રા પ્રારંભ કર્યો. તેઓ ફરીથી ચૂંટાયા બાદ પહેલા બહુપક્ષીય સમ્મેલનમાં ભાગ લઇ રહ્યા છે.