નવી દિલ્હી: રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદ જયંતીના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કામરાજર મનીમંડપમનું ઉદ્ધાટન કર્યું. જેને લગભગ 23 કરોડ રૂપિયાના ખર્ચે પુડુચેરીમાં સરકારે તૈયાર કરાવ્યો છે. આ દરમિયાન તેમણે દેશના યુવાઓને સંબોધન પણ કર્યું. તેમણે કહ્યું કે આપણે આ વર્ષે શ્રી અરબિંદોની 150મી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ અને આ વર્ષે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીજીની પણ 100મી પુણ્યતિથિ છે. આ બંને મહાપુરુષોનો પુડ્ડુચેરી સાથે ખાસ સંબંધ રહ્યો છે. આ બંને એકબીજાની સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રાના ભાગીદાર રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય યુવા દિવસની ખુબ ખુબ શુભકામનાઓ
પીએમ મોદીએ કહ્યું કે તમને બધાને રાષ્ટ્રીય યુવા દિવસની ખુબ ખુબ શુભકામનાઓ! ભારત માતાના મહાન સંત સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર નમન કરું છું. આઝાદીના અમૃત મહોત્સવમાં તેમની જન્મજયંતી વધુ પ્રેરણાદાયી બની ગઈ છે. 


યુવાઓને સંદેશ
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દુનિયા ભારતને એક આશા ની દ્રષ્ટિથી, એક વિશ્વાસની દ્રષ્ટિથી જુએ છે. કારણ કે ભારતના લોકો પણ યુવા છે અને ભારતનું મન પણ યુવા છે. ભારત પોતાના સામર્થ્યથી પણ યુવા છે, ભારત પોતાના સપનાથી પણ યુવા છે. ભારત પોતાના ચિંતનથી પણ યુવા છે અને ચેતનાથી પણ યુવા છે. આઝાદી સમયે જે યુવા પેઢી હતી, તેણે દેશ માટે પોતાનું બધુ કુરબાન કરવામાં એક પણ પણ ગુમાવી નહતી


વિશ્વએ એ વાત સ્વીકારી છે કે આજે ભારતની સાથે બે અસીમ શક્તિ છે. 
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતના યુવાઓમાં જો ટેક્નોલોજીનો ક્રેઝ છે, તો લોકતંત્રની ચેતના પણ છે. આજે ભારતના યુવાઓમાં જો શ્રમનું સામર્થ્ય છે તો ભવિષ્યની સ્પષ્ટતા પણ છે. આથી  ભારત આજે જે કહે છે દુનિયા તેને આવનારા કાલનો અવાજ માને છે. વિશ્વએ એ વાત સ્વીકારી છે કે આજે ભારતની સાથે બે અસીમ શક્તિ છે. એક ડેમોગ્રાફી અને બીજી ડેમોક્રેસી. જે દેશ પાસે જેટલી યુવા જનસંખ્યા છે તેના સામર્થ્યને પણ એટલું જ મોટું માનવામાં આવે છે. 


પુડુચેરીથી મળ્યો આધ્યાત્મનો મંત્ર
પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર દેશ આ વર્ષે શ્રી અરબિંદોની 150મી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ અને આ વર્ષે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીજીની પણ 100મી પુણ્યતિથિ છે. આ બંને મહાપુરુષોનો પુડ્ડુચેરી સાથે ખાસ સંબંધ રહ્યો છે. આ બંને એકબીજાની સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રાના ભાગીદાર રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube