નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત ડ્રોન મહોત્સવનું ઉદ્ધાટન કર્યું. આ મહોત્સવ 27 મે થી 28 મે સુધી રહેશે. કાર્યક્રમમાં નરેન્દ્ર તોમર, જ્યોતિરાદિત્ય સિંધિયા, ગિરિરાજ સિંહ અને અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા. ડ્રોન મહોત્સવમાં 70 એક્ઝિબિટર પોતાની ડ્રોન ટેક્નિકને ડિસ્પ્લે કરી રહ્યા છે. 1600 જેટલા ડેલિગેટ ભાગ લઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીનું સંબોધન
આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભારત ડ્રોન મહોત્સવના આયોજન બદલ બધાને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે આ ડ્રોન પ્રદર્શનથી હું ઘણો પ્રભાવિત થયો છું. મારા માટે આજનો અનુભવ ખુબ સુખદ રહ્યો. જે જે સ્ટોલમાં હું ગયો ત્યાં બધા ગર્વથી કહેતા હતા કે આ મેક ઈન ઈન્ડિયા છે. ડ્રોન ટેક્નોલોજીને લઈને ભારતમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે અદભૂત છે. આ જે ઉર્જા જોવા મળી રહી છે તે ભારતમાં ડ્રોન સર્વિસ અને ડ્રોન આધારિત ઈન્ડસ્ટ્રીની લાંબી છલાંગનું પ્રતિબિંબ છે. તે ભારતમાં એમ્પ્લોયમેન્ટ જનરેશનના એક ઊભરતા મોટા સેક્ટરની સંભાવના દેખાડે છે. 


પીએમ મોદીએ  કહ્યું કે આ ઉત્સવ ફક્ત એક ટેક્નોલોજીનો નથી પરંતુ નવા ભારતની નવી ગવર્નન્સનો, નવા પ્રયોગો પ્રત્યે અભૂતપૂર્વ સકારાત્મકતાનો પણ ઉત્સવ છે. 8 વર્ષ પહેલા આ જ એ સમય હતો જ્યારે ભારતમાં અમે સુશાસનના નવા મંત્રોને લાગૂ કરવાની શરૂઆત કરી હતી. Minimum government, maximum governance ના રસ્તે ચાલતા ease of living, ease of doing business ને અમે પ્રાથમિકતા બનાવ્યા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube