નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવનમાં કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી ઈન્ડિયા 2019નું ઉદ્ધાટન કર્યું. કાર્યક્રમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ પોતાની સરકાર દ્વારા આ સેક્ટરમાં કરવામાં આવેલા કામો અંગે જણાવ્યું. તેમણે કહ્યું કે મધ્યમ વર્ગ માટે પોતાના ઘરના સપના પૂરા કરવા માટે અમે ગંભીર છીએ. પીએમ મોદીએ કહ્યું કે આવું બીજીવાર બન્યું છે કે હું આવાસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે વાતચીત કરી રહ્યો છું. તેનાથી જોવા મળે છે કે સરકારનો આપ લોકો સાથે સમન્વય બનેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે ભારતની તાકાત છે કે તે ડિક્શનરીના શબ્દોના અર્થ બદલી નાખે છે. દુનિયામાં હવે અભિનંદનનો અર્થ બદલાઈ ગયો છે. તેમણે કહ્યું કે અભિનંદનનો અર્થ પહેલા શુભેચ્છા હતો પરંતુ હવે કઈંક બીજો છે. 


પીએમ મોદીએ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે અમારી સરકારે સૌથી વધુ અને સસ્તા દરે ઘર આપ્યા છે. રિયલ એસ્ટેટ સેક્ટર સંલગ્ન કાયદાને અમે ઠીક કર્યા છે. અમે સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપ્યું છે અને આ સાથે જ અમે હાઉસિંગ સેક્ટરમાં ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે અમારી સરકારે હાઉસિંગ સેક્ટરની કાયાપલટ માટે સાત ફ્લેગશિપ મીશન પર એક સાથે કામ કર્યુ છે. સ્વચ્છ ભારત મીશન, વડાપ્રધાન આવાસ યોજના, દીનદયાળ અંત્યોદય યોજના, નેશનલ અર્બન લાઈવલીહૂડ મીશન અને અમૃત યોજના જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો લાગુ કર્યા છે. 



આજે અમારી સરકારની કોશિશોની અસર એ છે કે હોમ લોન પર વ્યાજ દર પહેલા કરતા ઓછા થયા છે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ સરકાર જે છૂટ આપી રહી છે તેનાથી લોકોના 5-6 લાખ રૂપિયા બચે છે. લોકોને પોતાના ઘરનું સપનું પૂરુ કરવા માટે અમે ટેક્નોલોજીની સાથે સાથે બીજી વ્યવસ્થાઓને પણ બદલી રહ્યાં છીએ. 


પીએમ મોદીએ કહ્યું કે ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરી રહ્યાં છીએ. આમ કરવા પાછળનું કારણ એ છે કે મધ્યમ વર્ગના લોકો પાસે ઘર ખરીદવા માટે વધુ પૈસા બચે અને ઘરના ભાવ પણ ઓછા થાય. તેમણે કહ્યું ક જીએસટીએ પણ રિયલ એસ્ટેટ કારોબારને ગ્રાહકો અને ખરીદારો માટે સરળ બનાવ્યો છે. હાલમાં કન્સ્ટ્રક્શન સેક્ટર પર જીએસટીને ઓછો કરાયો છે. સસ્તા ઘરો પર જીએસટી 8 ટકાથી ઘટાડીને 1 ટકા કરાયો છે. 


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...