નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના પુણે ખાતે દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્ય જન્મમાં સૌથી દુર્લભ સંતોનો સત્સંગછે. સંતોની કૃપા અનુભૂતિ થઈ ગઈ તો ઈશ્વરની અનુભૂતિ આપોઆપ થઈ જાય છે. આજે દેહુની આ પવિત્ર તીર્થ ભૂમિ પર આવીને મને આવી જ અનુભૂતિ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે તાજેતરમાં થોડા મહિના પહેલા મને પાલકી માર્ગમાં 2 રાષ્ટ્રીય રાજમાર્ગને ફોરલેન કરવા માટે શિલાન્યાસ કરવાની તક મળી હતી. શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલકી માર્ગનું નિર્માણ 5 તબક્કામાં થશે અને સંત તુકારામ પાલકી માર્ગનું નિર્માણ 3 તબક્કામાં પૂરું કરાશે. તેમણે એમ પણ કહ્યું કે દેહુનું શિલા મંદિર ભક્તિની શક્તિનું એક કેન્દ્ર હોવાની સાથે સાથે ભારતના સાંસ્કૃતિક ભવિષ્યને પણ પ્રશસ્ત કરે છે. આ પવિત્ર સ્થાનનું પુર્નનિર્માણ કરવા બદલ હું મંદિર ન્યાસ અને તમામ ભક્તોનો આભાર માનું છું. 


ભારત શાસ્વત છે, કારણ કે સંતોની ધરતી છે-પીએમ મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત શાશ્વત છે કારણ કે ભારત સંતોની ધરતી છે. દરેક યુગમાં આપણા ત્યા, દેશ અને સમાજને દિશા દેખાડવા માટે કોઈને કોઈ મહાન આત્માનો જન્મ થતો રહ્યો છે. આજે દેશ સંત કબીરદાસની જયંતી ઉજવી રહ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube