પુડ્ડુચેરી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશ  પુડ્ડુચેરીમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી. આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને પણ સંબોધન કર્યું અને તેમા રાહુલ ગાંધી (Rahul Gandhi) ના ઉત્તર-દક્ષિણવાળા નિવેદનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસની ભાગલા પાડો, ખોટું બોલો અને રાજ કરોની નીતિ છે. તેઓ ખોટું બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
જનસભાને સંબોધિત કરતા પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે કોંગ્રેસ બીજાને લોકતંત્ર વિરોધી કહેવાની કોઈ તક છોડતી નથી, તેમણે પોતે અરીસામાં જોવાની જરૂર છે. તેમણે દરેક પ્રકારે લોકતંત્રનું અપમાન કર્યું. પુડ્ડુચેરીમાં તેમણે પંચાયતની ચૂંટણી કરાવવાની ના પાડી દીધી. પીએમએ વધુમાં કહ્યું કે 'આપણા colonial rulers ની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હતી. કોંગ્રેસની ભાગલા પાડો, ખોટુ બોલો અને રાજ કરોની નીતિ છે. તેઓ ખોટું બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે.'


મત્સ્યપાલન મંત્રાલય અંગે રાહુલ ગાંધી પર નિશાન
આ સાથે જ પીએમ મોદી (PM Modi) એ પોતાના ભાષણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'મત્સ્યપાલન મંત્રાલય બનાવીશું' વાળી ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા અહીં આવીને કહે છે કે અમે માછીમારો માટે મત્સ્યપાલન મંત્રાલય બનાવીશું, હું ચોંકી ગયો. સાચું તો એ છે કે હાલની એનડીએ સરકારે વર્ષ 2019માં જ માછીમારો માટે મંત્રાલય બનાવ્યું હતું.


Mamata Banerjee ઈલેક્ટ્રિક સ્કૂટી પર સવાર થઈ પહોંચ્યા સચિવાલય, પેટ્રોલ ડીઝલના ભાવવધારાનો વિરોધ કર્યો


પીએમ મોદીએ પુડ્ડુચેરીને આપી આ ભેટ
પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પુડ્ડચેરીમાં ચાર લેનના NH 45નો શિલાન્યાસ કર્યો. આ હાઈવે 56 કિલોમીટરનો સત્તાનાથ પુરમથી નાગપટ્ટિનમ સુધી છે. આ ઉપરાંત પીએમ મોદીએ જવાહરલાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ(JIPMER) માં બ્લડ સેન્ટર અને 100 બેડ ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ધાટન કર્યું. ભારતીય ખેલ ઓથોરિટીના તત્વાવધાનમાં લગભગ 12 કરોડ રૂપિયાના  ખર્ચે તેને મહિલા એથલિટો માટે બનાવવામાં આવી છે જ્યારે બ્લ્ડ સેન્ટર 28 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ ઉપરાંત પીએમ મોદીએ ઈન્દિરા ગાંધી ખેલ પરિસરમાં સિન્થેટિક એથલેટિક ટ્રેકનો પણ શિલાન્યાસ કર્યો. હાલ 400 મીટરના સિન્ડર ટ્રેક સપાટી જૂની અને ચલણ બહાર થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ પર 7 કરોડ રૂપિયા ખર્ચ આવશે. પ્રધાનમંત્રીએ સાગરમાલા યોજના હેઠળ માઈનર પોર્ટનો શિલાન્યાસ કર્યો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube