નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલા પીએમ મોદીએ ટનલનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, દાયકાઓ પહેલા ભારતની પ્રગતિને, ભારતીયોના સામર્થ્યને, ભારતની પ્રોડક્ટ્સને, આપણી સંસ્કૃતિને શોકેસ કરવા માટે પ્રગતિ મેદાનનું નિર્માણ થયું હતું, પરંતુ પ્રગતિ મેદાનની પ્રગતિ ઘણા સમયથી રોકાયેલી હતી. તેનો પ્લાન કાગળ પર દેખાડી દેવામાં આવ્યો હતો, પરંતુ જમીન પર કંઈ થયું નહીં. અગ્નિપથ વિવાદ વચ્ચે પીએમ મોદીએ કહ્યુ કે, આ આજનું નવુ ભારત છે. આ ભારત સમાધાન કરે છે. તેમણે કહ્યું કે નવા કામ કરવા પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ પ્રગતિ મેદાનથી કહ્યુ કે, આ તસવીર બદલવા માટે કરવામાં આવી રહ્યું નથી પરંતુ તેનાથી ભાગ્ય પણ બદલી શકાય છે. દિલ્હીમાં કેન્દ્ર સરકારનો ભાર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. તેનું સીધુ પરિણામ અને તેની પાછળનો ઉદ્દેશ્ય ઇઝ ઓફ લિવિંગ પર છે. પીએમ મોદીએ કહ્યુ કે, દિલ્હી-એનસીઆરની સમસ્યાઓના સમાધાન માટે છેલ્લા આઠ વર્ષમાં અનેક મહત્વના પગલા ભરવામાં આવ્યા છે. છેલ્લા 8 વર્ષમાં દિલ્હી-એનસીઆર મેટ્રોની સેવાનું વર્તુળ 193 કિલોમીટરથી આશરે 400 કિલોમીટર સુધી પહોંચી ગયું છે. 


આ પણ વાંચોઃ વર્ષમાં 30 રજા, કેન્ટીન સુવિધા અને વીમા કવચ, વાયુસેનાએ આપી અગ્નિપથ યોજનાની જાણકારી


ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, આજે દિલ્હીને કેન્દ્ર સરકાર તરફથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ મળી છે. આટલા ઓછા સમયમાં કોરિડોરને તૈયાર કરવો સરળ નહોતો. આ રસ્તા દિલ્હીના સૌથી વ્યસ્ત રસ્તા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ નવુ ભારત છે. સમસ્યાઓનું સમાધાન કરે છે. નવા સંકલ્પો પણ લે છે અને તે સંકલ્પોને સિદ્ધ કરવા માટે પ્રયાસ પણ કરે છે. તેમણે કહ્યું કે દેશની રાજધાનીમાં વિશ્વ સ્તરીય કાર્યક્રમો માટે સ્ટેટ ઓફ ધ આર્ટ સુવિધાઓ હોય, એક્ઝીબિશન હોલ હોય, તે માટે ભારત સરકાર સતત કામ કરી રહી છે. 


પ્રધાનમંત્રી મોદીએ કચરો ઉપાડ્યો
દિલ્હીમાં પ્રગતિ મેદાન ટનલના નિરીક્ષણ દરમિયાન ત્યાં કરચો તથા પ્લાસ્ટિકની ખાલી બોટલ જોવા મળી હતી. પોતાના નિરીક્ષણ દરમિયાન પીએમ મોદીએ આ કચરો અને પ્લાસ્ટિકની બોટલ પોતાની જાતે ઉપાડી હતી. નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતાને ખુબ મહત્વ આપે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube