મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું કે લોકસભા ચૂંટણી 2019ની લડાઈ 2014 કરતા સરળ છે. ZEE ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એનડીએ 2014 કરતા વધુ મોટી જીત મેળવશે. તેમણે કહ્યું કે આ વખતે મધ્યમ વર્ગથી વધુ ગરીબ વર્ગના લોકો પીએમ મોદીને સપોર્ટ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ગાંધી PM મોદી વિરુદ્ધ વારાણસીથી નહીં લડે ચૂંટણી, જાણો કોંગ્રેસે કોને આપી ટિકિટ


'શિવસેના-ભાજપ ભાઈ છે'
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાહુબલી છે, તેમના નેતૃત્વમાં એનડીએ પ્રચંડ જીત મેળવશે. આ વખતે મહારાષ્ટ્રમાં પણ એનડીએ ગત વખત કરતા વધુ બેઠકો જીતશે. મહારાષ્ટ્રમાં પીએમ મોદીને અપાર જનસમર્થન મળી રહ્યું છે. ધોમધખતા તાપમાં પણ ભારે ભીડ ઉમટી રહી છે. શિવસેના સાથેના ગઠબંધન પર સીએમ ફડણવીસે કહ્યું કે ત્રીસ વર્ષોથી અમે સાથી રહ્યાં છીએ અને ત્રણ વર્ષ અમારી અને શિવસેના વચ્ચે અણબન રહી. ઉદ્ધવ ઠાકરે પોતે કઈં બોલે છે તો અમે તેનું રિએક્શન આપીએ છીએ. પરંતુ હવે બધુ બરાબર છે. અમે મનમોટાવને ભૂલીને આજે સાથે છીએ. અમે બંને ભાઈઓ છીએ અને સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. 


PM મોદીનો આજે વારાણસીમાં મેગા રોડ શો, NDAના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ


એનડીએ વિરુદ્ધ રાજ ઠાકરેના પ્રચાર પર સીએમ ફડણવીસે કહ્યું કે તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) બધી ચૂંટણીઓ હારી રહી છે. રાજ ઠાકરેના મનમાં એક દર્દ છે કે પીએમ મોદીના કારણે તેમની રાજકારણની દુકાન બંધ થઈ ગઈ છે. 


'સાધ્વી પ્રજ્ઞાએ કરકરે પર નિવેદન આપીને ભૂલ કરી'
મુંબઈ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે ઉપર ભાજપના નેતા સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર ફડણવીસે કહ્યું કે જે પણ નિવેદન આપ્યું તે તદ્દન ખોટું છે. સાધ્વીએ આવા નિવેદનોથી બચવું જોઈએ. સાધ્વીને પણ પોતાની ભૂલનું ભાન થયું છે. તેમણે માફી માંગી લીધી છે. ફડણવીસે કહ્યું કે જો પાર્ટી કહેશે તો સાધ્વી પ્રજ્ઞા માટે પ્રચાર કરીશ, જે પણ પાર્ટીના ઉમેદવાર છે  તે અમારા બધાના ઉમેદવાર છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...