જયપુર: પોતાના એક દિવસના પ્રવાસે જયપુર પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ અત્રે આયોજિત એક જનસંવાદ કાર્યક્રમ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈ રહેલા લોકો સાથે સીધો સંવાદ કર્યો. મોટાભાગે સોશિયલ મીડિયા અને રેડિયો દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરતા પીએમ મોદીનો આ પ્રકારે આ પહેલો સંવાદ છે. રાજસ્થાનમાં લાભાર્થીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ દેશની ઉન્નતિ માટે 3Dનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે દેશને આગળ માત્ર વિકાસ, વિકાસ, વિકાસ જ વધારી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો જોવા માટે કરો ક્લિક-'મિશન રાજસ્થાન' પર પીએમ મોદી, જુઓ VIDEO 


પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો...


- ભાષણની શરૂઆત કરતા પહેલા પીએમ મોદીએ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મંચ પર મુલાકાત કરી. આ દરમિયાન મંચ પર હાજર મહિલાઓએ પીએમ મોદીને ફૂલ આપીને આભાર વ્યક્ત કર્યો. 


- વડાપ્રધાને રાજસ્થાનના વખાણ કરતા કહ્યું કે આ ફક્ત ભક્તિની જ નહીં પરંતુ શક્તિની પણ ભૂમિ છે. 


- રાજસ્થાનમાં પીએમ મોદીએ દેશની ઉન્નતિ માટે  કહ્યું કે તેના માટે ફક્ત એક જ મંત્ર છે અને તે છે વિકાસ, વિકાસ અને વિકાસ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વિકાસના કાર્યો માટે તત્પર રહે છે. 


- પીએમ મોદીએ કહ્યું કે અન્ન ઉત્પાદન હોય કે પછી રાષ્ટ્રની રક્ષા, આ પ્રદેશ સદીઓથી સમગ્ર સમાજ અને દેશને પ્રેરણા આપતો આવ્યો છે. 


- પાણીની અછત સામે ઝઝૂમવા છતાં રાજસ્થાન લોકોની મદદ માટે હંમેશા આગળ રહ્યું છે. કેન્દ્ર અને રાજસ્થાન સરકારના પ્રયત્નોથી પ્રદેશના 40 ટકા લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળશે. 


- રાજસ્થાનમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ લગભગ 80 લાખ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2.5 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યાં છે. 6 લાખથી વધુ ગરીબોને ઘર અપાયા છે. 


- રાજસ્થાન પોતાની પરંપરા મુજબ સ્વાગત કરે છે. તેની સ્પષ્ટ ઝલક હું અનુબવી રહ્યો છું. રાજસ્થાન આપણા બધા પર સ્નેહ વરસાવતું રહ્યું છે, વીરોની ધરતીને હું નમન કરું છું. 


- પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સત્તા આવ્યાં બાદ 2 કરોડ લોકો ગરીબીથી મુક્ત થયા છે.