નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે વર્ચ્યુઅલ બેઠક શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ બાઇડેને પીએમ મોદીનું ગર્મજોશી સાથે આ વાતચીતમાં સ્વાગત કર્યુ, જેના જવાબમાં પીએમ મોદીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ યુક્રેન સંકટનો મુદ્દો પણ રાષ્ટ્રપતિ બાઇડેન સામે ઉઠાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ઉઠાવ્યો યુક્રેનનો મુદ્દો
પીએમ મોદીએ કહ્યુ કે, રાષ્ટ્રપતિ બાઇડેન તમારા ગર્મજોશી ભર્યા ભાષણ માટે આભાર વ્યક્ત કરુ છું. તેમણે કહ્યું કે, મંત્રીઓની 2+2 વાતચીતને આ બેઠકથી એક દિશા મળશે. પીએમ મોદીએ કહ્યુ કે દુનિયાના બે સૌથી મોટા અને જૂના લોકતંત્રના રૂપમાં આપણે નેચરલ પાર્ટનર્સ છીએ. એક દાયકા પહેલા આવા સંબંધોની કલ્પના કરવી મુશ્કેલ હતી પરંતુ આજે આપણા સંબંધોમાં ખુબ મજબૂતી આવી છે. 


પીએમ મોદીએ યુક્રેનનો મુદ્દો ઉઠાવતા કહ્યુ કે, આપણે એવા માહોલમાં વાત કરી રહ્યાં છીએ જ્યારે યુક્રેન દુનિયા માટે ચિંતાનો વિષય બન્યું છે. કેટલાક સપ્તાહ પહેલાં 20 હજાર ભારતીયો ત્યાં ફસાયેલા હતા, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. તેમણે કહ્યું કે, ભારત કોઈપણ પ્રકારની મદદ યુક્રેનને કરવા માટે તૈયાર છે. પીએમ મોદીએ કહ્યુ કે રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિએ સીધી એકબીજા સાથે વાતચીત કરી આ મુદ્દાનો હલ કાઢવો જોઈએ. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ બાઇડેનને યુક્રેનથી ભારતીયોના રેસ્ક્યૂ અને ત્યાં મોકલેલી મદદ વિશે પણ જાણકારી આપી છે.


આ પહેલાં રાષ્ટ્રપતિ બાઇડેને બેઠકના શરૂઆતી સંબોધનમાં કહ્યુ કે, ભારત અને અમેરિકા બંને દેશ રશિયાના જંગ પર નજર રાખી રહ્યા છે અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણી વચ્ચે વાતચીત ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂતી પ્રદાન કરશે. બાઇડેને કહ્યુ કે, આપણા વચ્ચે ડિફેન્સ પાર્ટનરશિપ મજબૂત થઈ છે અને આપણા નાગરિકો વચ્ચે ગાઢ સંબંધ સ્થાપિત થયા છે. રાષ્ટ્રપતિ બાઇડેને માનવીય આધાર પર યુક્રેનની મદદ માટે ભારત તરફથી ભરવામાં આવી રહેલા પગલાનું સ્વાગત કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube