પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બદ્રીનાથમાં પૂજા અર્ચના બાદ માણા ગામમાં રોડ અને રોપવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ કાર્યક્રમને સંબોધન કરતા તેમણે કહ્યું કે આજે બાબા કેદારનાથ અને બદ્રી વિશાલજીના દર્શન કરીને મન પ્રસન્ન થઈ ગયું. જીવન ધન્ય થઈ ગયું. તેમણે વધુમાં કહ્યું કે માણા ગામ, ભારતના અંતિમ ગામ તરીકે જાણીતું છે. પરંતુ મારા માટે સરહદે વસેલું દરેક ગામ દેશનું પહેલું ગામ છે. આ સાથે જ તેમણે 21મી સદીના વિક્સિત ભારતના નિર્માણના બે પ્રમુખ સ્તંભોની પણ જાણકારી આપી અને કહ્યું કે પહેલો- તમારા વારસા પર ગર્વ અને બીજો- વિકાસ માટે દરેક શક્ય પ્રયત્ન છે. 


પીએમ મોદીએ કહ્યું કે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર મે લાલ કિલ્લાથી એક આહ્વાન કર્યું, આ આહ્વાન છે ગુલામીની માનસિકતાથી સંપૂર્ણ રીતે મુક્તિનું. કારણ કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણા દશને ગુલામીની માનસિકતાએ એવો જકડેલો છે કે પ્રગતિના કેટલાક કાર્યો કેટલાક લોકોને અપરાધ જેવા લાગે છે. વિદેશોમાં ત્યાંની સંસ્કૃતિ સંલગ્ન સ્થાનોની આ લોકો પ્રશંસા કરતા થાકતા નહતા, પરંતુ ભારતમાં આ પ્રકારના કામને નિમ્ન દ્રષ્ટિથી જોવામાં આવતા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube