PM મોદીએ મનમોહન સિંહની કરી ખુબ પ્રશંસા, સામે બેઠેલા ખડગે જોતા જ રહી ગયા, જાણો શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના ખુબ વખાણ કર્યા. ઉપલા ગૃહમાં કાર્યકાળ પૂરો કરનારા સભ્યોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે હું માનનીય ડો. મનમોહન સિંહજીનું સ્મરણ કરવા માંગીશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના ખુબ વખાણ કર્યા. ઉપલા ગૃહમાં કાર્યકાળ પૂરો કરનારા સભ્યોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે હું માનનીય ડો. મનમોહન સિંહજીનું સ્મરણ કરવા માંગીશ. તેઓ 6 વખત આ સદનમાં પોતાના મૂલ્યવાન વિચારોથી...નેતા તરીકે અને વિપક્ષ નેતા તરીકે પણ તેમનું ખુબ મોટું યોગદાન રહ્યું છે. આગળ પીએમએ પૂર્વ પીએમ મનમોહન સિંહના વ્હીલચેર પર સદનમાં આવવાના દિવસનો પણ ઉલ્લેખ કર્યો.
પીએમ મોદીએ કહ્યું કે વૈચારિક મતભેદ, ક્યારેય ચર્ચામાં દોષારોપણ, એ બધુ તો બહુ અલ્પકાળ માટે હોય છે પરંતુ આટલા લાંબા સમય સુધી જે પ્રકારે તેમણે આ સદનનું માર્ગદર્શન કર્યું છે, દેશનું માર્ગદર્શન કર્યું છે...હંમેશા જ્યારે પણ આપણા લોકતંત્રની ચર્ચા થશે તો કેટલાક માનનીય સભ્યોની જે ચર્ચા થશે તેમાં માનનીય મનમોહન સિંહના યોગદાનની ચર્ચા જરૂર થશે. તેમના આ નિવેદન પર સત્તાપક્ષના સભ્યોએ ખુબ મેજ થપથપાવી.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું તમામ સાંસદોને, પછી ભલે તે આ સદનના હોય કે પછી તે સદનમાં હોય, જે આજે છે કે પછી ભવિષ્યમાં આવનારા હોય...હું તેમને જરૂર કહીશ કે આ જે માનનીય સાંસદો હોય છે કોઈ પણ પક્ષના ભલે હોય પરંતુ જે પ્રકારનું તેમણે જીવન જીવ્યું છે, જે પ્રકારની પ્રતિભામા દર્શન તેમણે કાર્યકાળમાં કરાવ્યા હોય તેનો આપણે એક ગાઈડિંગ લાઈટ તરીકે શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube