નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. સિદ્ધાર્થનગર બાદ પીએમ મોદી વારાણસી પહોંચ્યા. અહીં તેમણે આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન લોન્ચ કર્યું. જે સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 મેડિકલ કોલેજોનું ઉદ્ધાટન કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વારાણસીથી સ્વાસ્થ્ય યોજના કરી લોન્ચ
પીએમ મોદીએ વારાણસીથી આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન લોન્ચ કર્યું. આ મિશન પર આગામી 5 વર્ષમાં 64000 કરોડ રૂપિયા ખર્ચ થશે. જે હેઠળ જિલ્લા સ્તર પર ICU, વેન્ટિલેટર વગેરેની સુવિધાઓ સહિત 37 હજાર બેડ વિક્સિત કરવામાં આવશે. તેનાથી જિલ્લામાં જ સારવાર મળી શકશે અને સારવારના ખર્ચામાં પણ બચત થઈ શકશે. આ ઉપરાંત 4 હજાર લેબ બનાવવામાં આવશે. મિશનમાં ચેપી રોગો પર ખાસ ફોકસ છે. પાંચ નવા NCDC બનાવવામાં આવશે. આ સાથે જ હેલ્થ યુનિટ્સને વિક્સિત કરાશે. 


પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન લોન્ચ કરીને પીએમ મોદીએ કહ્યું કે પહેલાની સરકારોએ સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપ્યું નહીં. તેમણે કહ્યું કે શરીરને સ્વસ્થ રાખવા માટે કરાયેલું રોકાણ ઉત્તમ રોકાણ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube