નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક (IPPB)નું ઉદ્ઘાટન કરી દીધું છે. રાજધાનીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન તરફથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કની શરૂઆત કરવામાં આવી. બેન્કની શરૂઆત કરવાનું લક્ષ્ય ગ્રામીણ વિસ્તારને નાણાકિય સેવાઓ સાથે જોડવાનો છે. વર્ષના અંત સુધી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક સાથે દેશની તમામ 1 લાખ 55 હજાર પોસ્ટ ઓફિસને જોડવાની યોજના છે. શરૂઆતમાં આઈપીપીબીની દેશભરમાં 650 બ્રાન્ચ અને 3250 સર્વિસ સેન્ટર કામ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શરૂઆતના અવસરે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે તમને દેશમાં પોસ્ટ બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે, હવે તમારે એટીએમ અને ન તો મોબાઇલ એલર્ટ માટે ચાર્જ આપવો પડશે. પીએમ મોદીએ દેશવાસિઓને સંબોધિત કરતા કહ્યું કે, તમારો વિશ્વાસ કરકાર પર ઉઠ્યો હશે પરંતુ પોસ્ટઓફિસ પર નહીં. દેશમાં પોસ્ટ ઓફિસ દરેક ઘર સાથે ભાવનાત્મક રૂપથી જોડાયેલી છે. 


આઈપીપીબીમાં તમારા માટે ઘરે બેસીને ખાતુ ખોલાવવું સરળ થશે. તેમણે જણાવ્યું કે, દેશમાં સ્થિત 1.55 લાખ પોસ્ટ ઓફિસ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક બની જશે. 



સરકાર પરથી વિશ્વાસ ડગશે, ટપાલી પરથી નહીં
વડાપ્રધાને જણાવ્યું કે, ટપાલીનું દરેક ઘર સાથે લાગણીપૂર્ણ જોડાણ હોય છે. તમારો સરકાર પરથી વિશ્વાસ ક્યારેક ડગ્યો હશે, પરંતુ ટપાલી પરથી ક્યારેય નહીં. હવે, ટપાલી તમારા ઘરે આવીને જ ખાતું ખોલી આપશે. રાષ્ટ્રીય સ્તરે પોસ્ટ પેમેન્ટ બેન્કની શરૂઆત થવાને કારણે વિશ્વાસપાત્ર ટપાલી બેન્કિંગ સેવાના લાભથી વંચિત લાખો ભારતીય લોકો માટે બેન્કર બની જશે.  



આઈપીપીબીને સામાન્ય માણસો માટે એક સરળ, આર્થિક અને વિશ્વસનીય બેન્કના રૂપમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી કેન્દ્ર સરકારના નાણાકિય સમાવેશ ઉદ્દેશોને ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળી શકે. દેશભરમાં ફેલાયેલી પોસ્ટ ઓફિસના 3 લાખથી વધુ ડાક અને ગ્રામીણ ડાક સેવકોના વિશાળ નેટવર્કથી ખૂબ લાભ મળશે. તેથી આઈપીપીબી ભારતમાં લોકોને બેન્ક સુધીની પહોંચ વધારવામાં ઉલ્લેખનીય ભૂમિકા ભજવશે.


[[{"fid":"181072","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આઈપીપીબી બચત અને ચાલુ ખાતુ, નાણાં ટ્રાન્સફર, સીધા લાભ ટ્રાન્સફર, બિલ અને ઉપયોગી ચૂકવણી અને સાહસો અને વ્યાપારી ચૂકવણી જેવી સુવિધા ઉપ્લબ્ધ કરાવશે. આ સુવિધાઓ અને તેની સાથે જોડાયેલી અન્ય સંબંધિત સેવાઓને બેન્કના આધુનિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બહુ-વિકલ્પ માધ્યમો (કાઉન્ટર સેવાઓ, માઇક્રો-એટીએમ, મોબાઇલ બેન્કિંગ, એપ એસએમએસ અને આઈવીઆર)ના માધ્યમથી ઉપલબ્ધ કરાવશે.


મહત્વનું છે કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભારતીય પોસ્ટ વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે. તેમાં તમે સેવિંગ એકાઉન્ટની સાથે કરંટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ન માત્ર તમારા બચત ખાતા પર વ્યાજ આપશે પરંતુ તે તમને ડોરસ્ટેપ બેન્કિંગની સુવિધા પણ આપશે. તેનો અર્થ છે કે જ્યારે તમે તમારા ઘરમાં બેસીને પણ બેન્ક એકાઉન્ટ ખોલાવી શકશો. 


ધારાસભ્ય બનતાં પહેલાં મારું કોઈ ઓપરેશનલ ખાતું ન હતું
વડા પ્રધાને જણાવ્યું કે, ધારાસભ્ય બનતાં પહેલાં તેમની પાસે કોઈ ઓપરેશનલ બેન્ક ખાતું (જેમાં લેણદેણ થતી હોય) ન હતું , કેમ કે તેમની પાસે ક્યારેય વધારે પૈસા રહ્યા જ નથી. તેઓ જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે તેમને પગાર મળવાની શરૂઆત થઈ અને ત્યાર બાદ તેમણે બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું.