દેશને લુંટનારા દરેક વ્યક્તિને કડક કાયદાનો સામનો કરવો પડશે: PMમોદીની મદુરાઇમાં રેલી
તમિલનાડુના મદુરાઇમાં વડાપ્રધાન મોદીએ 1200 કરોડનાં ખર્ચે બનનારી એમ્સ હોસ્પિટલનું ખાતમુહર્ત કર્યું હતું અને ત્યાર બાદ જનસભા સંબોધિ હતી
નવી દિલ્હી : દેશનાં દરેક તબક્કાનાં સારા સ્વાસ્થય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેસ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુનાં મદુરાઇમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)ની આધારશીલા મુકી હતી. 1200 કરોડ રૂપિયાનાં ખર્ચે બનનાર એમ્સનું ખાતમુહર્ત કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે, આ હોસ્પિટલનો સમગ્ર તમિલનાડુનાં લોકોને લાભ મળશે. અમારુ લક્ષ્યાંક છે કે તમિલનાડુ દેશનો એરોસ્પેસ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીનું હબ બને. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન થંજાવુર, રાજાજી અને તિરુનેલવેલીની મેડિકલ કોલેજનાં સુપર સ્પેશ્યાલિટી બ્લોકોનું પણ ઉદ્ધાટન કર્યું હતું.
વડાપ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશને ભ્રષ્ટાચાર અને પરિવારવાદથી બચાવવા માટે પ્રભાવી પગલાઓ ઉઠાવી રહી છે. દેશને લુંટનારા દરેક વ્યક્તિને કાયદાનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે, સ્વાસ્થય સેવા ક્ષેત્રમાં કેન્દ્રની એનડીએ સરકારની પ્રાથમિકતાથી કામ કરી રહી છે જેથી દરેક વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શખે. વડાપ્રધાનનાં કાર્યક્રમમાં કહ્યું કે, જે પ્રકારે કેન્દ્ર સારકારે ઇન્દ્રધનુષ યોજના સ્પીડ પકડી રહી છે, તેના કારણે સ્વાસ્થય સેવા ક્ષેત્રમાં નવા માપદંડો બનાવતી જાય છે.
વડાપ્રધાને મૃત્યુ વંદના યોજના અને વડાપ્રધાન સુરક્ષીત માતૃત્વ અભિયાન સુરક્ષીત ગર્ભધારણ એક મોટા આંદોલન તરીકે ઉભરી રહ્યું છે. તેમણે આયુષ્માન યોજનાને પણ એક ઐતિહાસિક પગલુ ગણાવ્યું હતું. તેમણે આગળ કહ્યું કે, મને તે જાણીને આનંદ થયો કે રાજ્ય સરકાર ચેન્નાઇને ટીબી મુક્ત કરવા માટે અભિયાન ચલાવી રહી છે. તેના કારણે 2023 સુધીમાં પ્રદેશ ટીબીથી મુક્ત થઇ જશે.
વડાપ્રધાને કહ્યું કે, અમે ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોની રહેણીકરણી સારૂ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. અમારો ઇરાદો તે સુનિશ્ચિત કરવાનો છે કે વિકાસનો લાભ સમાજનાં દરેક તબક્કા સુધી પહોંચે. તેમણે કહ્યું કે, ગત્ત 4.5 વર્ષનાં એનડીએ સરકારનાં કાર્યકાળ દરમિયાન દેશમાં હાઇવે નિર્માણની પ્રક્રિયામાં બમણી ઝડપ આવી છે. જે પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી અટકેલા હતા, હવે તે પુરા થવા લાગ્યા છે અથવા તો ઝડપથી પુર્ણ થવાની દિશામાં છે.