PM મોદીનો US પ્રવાસ એકદમ ખાસમખાસ, અમેરિકા સાથે કરશે આ 6 મોટી ડીલ, જાણો વિગતો
PM Narendra Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. પીએમ મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યુએનમાં થનારા ખાસ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત પીએમ મોદી અમેરિકી સાંસદોના સંયુક્ત સત્રને સંબોધન કરશે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ડિનર પણ કરશે
PM Narendra Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. પીએમ મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યુએનમાં થનારા ખાસ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત પીએમ મોદી અમેરિકી સાંસદોના સંયુક્ત સત્રને સંબોધન કરશે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ડિનર પણ કરશે. આ સાથે પ્રધાનમંત્રી પોતાના પ્રવાસ દરમિયાન પ્રવાસી નેતાઓની સભાને પણ સંબોધન કરશે. પીએમ મોદી પોતાના આ રાજકીય પ્રવાસ દરમિયાન અમેરિકા સાથે 6 મોટી ડિફેન્સ ડીલ સાઈન કરશે. જેનાથી ભારતની વ્યૂહાત્મક તાકાત વધવાની સાથે સાથે રોજગારીની તકો પણ વધશે.
પીએમ મોદી UN માં યોગ સત્રનું કરશે નેતૃત્વ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટર (UNHQ) માં યોગ સત્રનું નેતૃત્વ કરશે. પીએમ મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહમાં દુનિયાના 180 દેશોના લોકો સામેલ થાય તેવી શક્યતા છે. કાર્યક્રમમાં રાજનયિકો, કલાકારો, શિક્ષણવિદો, બિઝનેસમેન સહિત સમાજના વિભિન્ન વર્ગના લોકો ભાગ લે તેવી શક્યતા છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીના આહ્વાન બાદ યુએનએ વર્ષ 2014માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube