નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળમાં પુરની પરિસ્થિતીનો તાગ મેળવવા માટે શુક્રવારે રાત્રે તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. દિવસમાં વડાપ્રધાન મોદીએ કેરળનાં મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે ચર્ચા અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, કેરળમાં પુરની સ્થિતીની માહિતી લેવા માટે કેરળ માટે રવાના થઇ રહ્યો છું. વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, કેરળનાં લોકોને દુખદર્દ પર ગત્ત થોડા દિવસોથી તેમનું ધ્યાન છે. તેઓ રાહત અને બચાવ અભિયાનોની સ્થિતીની સમીક્ષા કરશે અને પુર પ્રભાવિત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કરશે અને પુર પ્રભાવિત વિસ્તારનું હવાઇ સર્વેક્ષણ પણ કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના અંતિમ સંસ્કારમાં હિસ્સો લીધા બાદ કેરળ રવાના થયા. કેરળ મોનસુન વર્ષાથી ખુબ જ પ્રભાવિત થયા છે. ત્યાં નદીઓ અને જળાશયો અને ડેમમાંથી પાણી ઓવરફ્લો થઇ રહ્યું છે. રાજ્યનો મોટા ભાગનો હિસ્સો જળમગ્ન છે. 



કેરળમાં હજી પણ વણસી શક છે પરિસ્થિતી
કેરળમાં વરસાદ જનિત ઘટનાઓમાં કાલે માત્ર એક દિવસમાં 100 કરતા વધારે લોકોનાં મોત થઇ ચુક્યા છે. બીજી તરફ રાજ્ય હોસ્પિટલમાં ઓક્સીજનની અછત અને પેટ્રોલ પંપમાં ઇંધણ નહી હોવાનાં કારણે સંકટ બેવડાયું છે. અધિકારીઓએ આ અંગે આજે માહિતી આપી હતી. 

પુરના કારણે કુદરતી સૌંદર્યથી ભરપુર આ રાજ્યની પરિસ્થિતી વણસી ગઇ છે. જેના પગલે પર્યટન ઉદ્યોગ બરબાદ થઇ ચુક્યો છે. હજારો હેક્ટર ભૂભાગમાં ઉપજેલો પાક તબાહ થઇ ગયો છે અને મુળભુત ઢાંચાને જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે. 


 



324 લોકોનાં મોત
મુખ્યમંત્રી પિનરાઇ વિજયને ટ્વીટ કરીને લોકોને મદદની અપીલ કરતા લખ્યું કે, કેરળમાં છેલ્લા 100 વર્ષમાં સૌથી ભયંકર પુર આવ્યું છે. 80 બંધના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. 324 લોકોનાં જીવ જતા રહ્યા છે, 223139 લોકો 1500થી વધારે લોકો રાહત કેમ્પોમાં કામ કરી રહ્યા છે. 

રાષ્ટ્રીય સંકટ મોચન દળ (એનડીઆરએફ) કર્મચારીઓ ઉપરાંત સેના, નૌસેના, વાયુસેનાના કર્મચારીઓએ પુરથી ખરાબ રીતે પ્રભાવિત વિસ્તારમાં પોતાના ઘરની છત, ઉંચા સ્થાનો પર ફસાયેલા લોકોને કાઢવા માટેનું મોટુ કાર્ય ચાલુ કર્યું. ઉંચાઇ વાળા વિસ્તારમાં પહાડો પરથી ચટ્ટાનો પણ તુટીને નીચે રસ્તા પર પડવાનાં કારણે માર્ગ અવરુદ્ધ થઇ ચુક્યા છે. જેનાં કારણે ત્યાં રહેનારા લોકો અને ગામમાં બચેલા લોકો સંપર્ક વિહોણા થઇ ચુક્યા છે. આ ગામ દ્વિપમાં ફેરવાઇ ચુક્યા છે.