Mahakal Lok: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલ લોકના પહેલા ફેઝને રાષ્ટ્રને સમર્પિત કરશે. 900 મીટરથી વધુ લાંબો મહાકાલ લોક કોરિડોર જૂના રુદ્ર સાગર તળાવની ચારેબાજુ ફેલાયેલો છે. ઉજ્જૈન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પુર્નવિકાસ યોજના હેઠળ રુદ્ર સાગર તળાવને પુર્નજીવિત કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી એક મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત છે અને અહીં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પ્રધાનમંત્રી મોદી 856 કરોડ રૂપિયાના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પહેલા ફેઝનું ઉદ્ધાટન કરશે. પહેલા ફેઝમાં મહાકાલ લોકને 316 કરોડ રૂપિયામાં વિક્સિત કરાયું છે. 


બે દ્વાર બનાવવામાં આવ્યા છે
કોરિડોર માટે બે ભવ્ય એન્ટ્રી ગેટ- નંદી દ્વાર અને પિનાકી દ્વાર બનાવવામાં આવ્યા છે. આ કોરિડોર મંદિરના મેઈન ગેટ સુધી જાય છે. મહાકાલ મંદિરના નવા બનેલા કોરિડોરમાં 108 સ્તંભ બનાવવામાં આવ્યા છે. 910 મીટરનું આ આખું મહાકાલ મંદિર આ સ્તંભો પર ટકેલું રહેશે. મહાકવિ કાલિદાસના મહાકાવ્ય મેઘદૂતમાં મહાકાલ વનની પરિકલ્પનાને જે સુંદરતાથી રજૂ કરાઈ છે, સેંકડો વર્ષ બાદ તેને સાકાર સ્વરૂપ અપાયું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube