અભિનંદનને કાલે મુક્ત કરશે પાક. PM મોદીએ કહ્યું પાયલોટ પ્રોજેક્ટ પુર્ણ
ભારતના સંભવિત એક્શનથી ગભરાયેલા પાકિસ્તાને ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને કાલે મુક્ત કરવાની જાહેરાત કરી છે
નવી દિલ્હી : પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી બિન અધિકારીક પ્રતિક્રિયા આવી છે. નેશનલ સાઇયન્સ ડે પ્રસંગે વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇશારાઓમાં અભિનંદનની ચર્ચા કરી. વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, તમે તો લેબોરેટરીમાં જિવન પસાર કરનારા લોકો છો. તમારામાં પહેલા પાઇલોટ પ્રોજેક્ટ કરવાની પરંપરા હોય છે. પાયલટ પ્રોજેક્ટ બાદ સ્કેલેબલ કરવામાં આવે છે. વડાપ્રધાને આગળ કહ્યું કે, હાલમાં જ એક પાયલટ પ્રોજક્ટ થઇ ગયો. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની જેટની હરકત પર જવાબી કાર્યવાહી દરમિયાન અભિનંદ મિગ 21નાં પાયલોટ હતા જેઓ પાકિસ્તાનમાં ઉતર્યા હતા.
વડાપ્રધાને ઇશારાઓમાં જ ભલે કહ્યું પરંતુ બધે જ તાળીઓ વાગવા લાગી હતી, વડાપ્રધાન થોડા અટક્યા અને પછી કહ્યું કે, રિયલ કરવાનું છે. પહેલા પ્રેક્ટિસ હતી ત્યાર બાદ મંદ સ્મિત કરતા કહ્યું કે, રિયલ એ છે કે પુરસ્કાર મેળવનારાઓને આપણે તમામ સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું. ત્યાર બાદ તમામ ઉભા થઇને તાળીઓ પાડવા લાગ્યા હતા. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર સમારંભમાં વડાપ્રધાને કહ્યું કે, વિજ્ઞાન સાથે જોડાયેલા આપણી સંસ્થાઓને ભવિષ્યની જરૂરિયાત અનુસાર તમારે તૈયાર કરવી પડશે. આપણે પોતાની મૌલિક શક્તિઓને જાળવી રાખતા ભવિષ્યનાં સમાજ અને અર્થવ્યવસ્થાની તુલનાએ ઢાળવું પડશે.
વડાપ્રધાને કહ્યું કે, જ્યારે ઇચ્છા શક્તિ હોય તો સીમિત સંસાધનમાં પણ અદ્ભુત પરિણામ મળી શકે છે. તેનું ઉદાહરણ આપણો અંતરિક્ષ કાર્યક્રમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમના અડધા કલાક પહેલા જ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા પાકિસ્તાની પાયલોટને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.
રસપ્રદ બાબત છે કે ઇમરાન ખાતે પોતાના સંબોધનમાં પુલવામા હુમલાથી માંડીને એક દિવસ પહેલા પેદા થયેલા ઘટનાક્રમ સુધીની વાત કરી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન યુદ્ધ નથી ઇચ્છતું, પરંતુ સાથે સાથે કહ્યું કે, અમે સંપુર્ણ તૈયાર છીએ. આ દરમિયાન પાકિસ્તાનની ગભરામણ પણ જોવા મળી હતી. તેમણે કહ્યું કે, અમે વડાપ્રધાન મોદી સાથે કાલે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને અનેક દેશોનાં નેતાઓને તણાવ ઘટાડવા મુદ્દે વાત કરી રહ્યા છીએ. આટલું બોલ્યા બાદ ઇમરાન બેસી ગયા હતા.
થોડા સેકન્ડો બાદ ઇમરાન ફરી ઉભા થયા અને કહ્યું કે, એસ વાત કહેવાનું ભુલી ગયો હતો. તેમણે કહ્યું કે, પાકિસ્તાન શાંતિનો સંદેશ આપતા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને કાલે એટલે કે શુક્રવારે મુક્ત કરી દેશે.