નવી દિલ્હી: કોરોના વેક્સીન (Corona Vaccine)ના મુદ્દે શુક્રવારે ઓનલાઇન સર્વદળીય બેઠક દરમિયાન એક રસપ્રદ સંવાદ જોવા મળ્યો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)બીએસપી (BSP)ને રાજ્યસભા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા (Satish Chandra Mishra)સાથે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન ટેક્નિકલ સમસ્યાના કારણે તેમનો અવાજ સંભાળાયો નહી. તેના પર પીએમ મોદી મજાક કરતાં કહ્યું કે લોકો એમ ન કહી દે કે મોદીએ  અવાજ દબાવી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે સર્વદળીય બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતમાં કોવિડ 19ની રસી અઠવાડિયામાં તૈયાર થઇ શકે છે અને વૈજ્ઞાનિકોએ લીલીઝંડી મળતાં જ દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. કોરોના વાયરસની સ્થિતિને લઇને ચર્ચા માટે બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું કે કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં લાગેલા સ્વાસ્થ્યકર્મીઓ, અગ્રિમ મોરચા પર ડટેલા અન્ય કર્મીઓ તથા પહેલાંથી ગંભીર બિમારીઓ સમે ઝઝૂમી રહેલા લોકોને રસીકરણની પ્રાથમિકતા આપવામા આવશે. 


વિપક્ષી નેતાઓની રાય
આ ડિજિટલ બેઠકમં વિપક્ષી નેતાઓએ પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે કોરોના વાયરસ જેવી મહામારીઓથી દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો પેદા કરે છે અને એવામાં રાષ્ટ્રીય સ્તર પર નીતિઓ નક્કી કરનારાને આ પડકરોથી પ્રભાવી રીતે સામનો કરવો જોઇએ. આઝાદે આ વાત પર ભારત મુકવો જોઇએ કે કોરોના વાયરસની રસી વ્યાજબી દર અને જલ્દી પ્રાપ્ત કરવા માટે દેશને તૈયારી કરવી જોઇએ. 


ટેક્નિકલ ખામીન આ લીધે થયું આમ 
જ્યારે બીએસપીના રાજ્ય સભા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા કહી રહ્યા હતા તે દરમિયાન ટેક્નિકલ સમસ્યાના લીધે તેમનો અવાજ આવી રહ્યો ન હતો. તેના પર પીએમ મોદીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે ટેક્નિકલ સમસ્યાને ઠીક કરો, ક્યાંક લોકો એમ ન કહી દે મોદીએ અવાજ દબાવી દીધો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube