નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જિલ્લાધિકારીઓ (DM) સાથે વર્ચ્યુઅલ બેઠક યોજશે. સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. સૂત્રો પ્રમાણે આ બેઠક બે ગ્રુપમાં યોજાશે. મહત્વનું છે કે આ પહેલા પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે અનેકવાર કોરોના પર બેઠક કરી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 અને 20 મેએ યોજાશે બેઠક
પ્રથમ બેઠક 18 મેએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સવારે 11 કલાકે યોજાશે. 18 મેએ 9 રાજ્યોના 46 જિલ્લા અધિકારીઓની સાથે પીએમ મોદી બેઠક કરશે, જ્યારે 20 મેએ 10 રાજ્યોના 54 જિલ્લાધિકારી સાથે સંવાદ કરશે. આ દરમિયાન સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રીની બેઠકમાં હાજર રહેશે. 


આ પણ વાંચોઃ સરકારી પેનલની ભલામણ, Covishield રસીના 2 ડોઝ વચ્ચે 12-16 અઠવાડિયાનું રાખો અંતર


24 કલાકમાં 3.62 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોના વાયરસ (Corona Virus) ના નવા  3,62,727 લાખ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,37,03,665 પર પહોંચ્યો છે. જેમાંથી 1,97,34,823 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે 37,10,525 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાના કારણે એક દિવસમાં 4120 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મોતનો આંકડો 2,58,317 પર પહોંચ્યો છે. એક દિવસમાં જો કે 3,52,181 દર્દીઓએ કોરોનાને માત પણ આપી છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 17,72,14,256 લોકોનું રસીકરણ કરાયું છે. 


18 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશભરમાં ગઈ કાલે 18,64,594 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશભરમાંથી કુલ 30,94,48,585 કોવિડ-19 ટેસ્ટિંગ હાથ ધરાયા છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube