નવી દિલ્હી: ઓસાકામાં શરૂ થયેલી G-20 શિખર સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઇ હતી. તે દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પની સાથે ઇરાન, 5જી, દ્વિપક્ષીય સંબંધો અને રક્ષા મામલે ચર્ચા થઇ. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીતની શુભેચ્છાઓ આપી. પીએમ મોદીએ તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે તે દરમિયાન કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત થશે, અમે લોકતંત્ર અને શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ.


વધુમાં વાંચો:- ભારત-જાપાન અને USA વચ્ચે બેઠક, PM મોદીએ કહ્યું- ‘અમારો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ’


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...