નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર અબ્દુલ્લાહિયન સાથે બુધવારે દિલ્હીમાં મુલાકાત કરી છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વર્ષો જૂના સંબંધો પર વાત થઈ. મહત્વનું છે કે ઈરાનના વિદેશ મંત્રી એવા સમયે ભારતના પ્રવાસે છે, જ્યારે ભાજપના પૂર્વ નેતાઓ દ્વારા પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીને લઈને પશ્ચિમ એશિયન દેશો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, 'ભારત અને ઈરાન વચ્ચે વર્ષો જૂના સંબંધોના અને વિકાસ પર ઉપયોગી ચર્ચા માટે વિદેશ મંત્રી હુસૈન આમિર અબ્દુલ્લાહિયનનું સ્વાગત કરતા પ્રસન્નતા થઈ. આપણા સંબંધોએ બંને દેશોના પારસ્પરિક રૂપથી લાભ પહોંચાડ્યો છે અને પ્રાદેશિક સુરક્ષા અને સમૃદ્ધિને આગળ વધારી છે.'


આ પહેલાં વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનના પોતાના સમકક્ષ હુસૈન આમિર અબ્દુલ્લાહિયનની સાથે બુધવારે અફઘાનિસ્તાન, યુક્રેન તથા અન્ય પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી હતી. આ સાથે તેમણે કારોબાર, સ્વાસ્થ્ય, લોકો વચ્ચે સંપર્ક સહિત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV