નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કેન્દ્રીય મંત્રીઓનાં રાજીનામાનો સ્વિકાર કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ શુક્રવારે કહ્યું કે, આ સરકારનાં કાર્યકાળનો સુરજ ભલે અસ્ત થઇ ચુક્યો છે, પરંતુ તેના કામનો પ્રકાશ લોકાનાં જીવનમાં પ્રકાશ વિખેરતી રહેશે. ભાજપ નીત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠભંધન લોકસભા ચૂંટણીમાં  બહુમતી સાથે ફરી એકવાર સરકાર રચવા જઇ રહી છે.  અને મોદી આગામી અઠવાડીયે વડાપ્રધાન પદની શપથ લેવાનાં છે. 


દિગ્વિજય માટે 'મિર્ચી યજ્ઞ' કરનાર સંતની નિરંજન અખાડા દ્વારા હકાલપટ્ટી

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રીઓને આગામી સરકારની રચના થાય ત્યાં સુધી કામકાજ સંભાળવા જણાવ્યું છે. મોદીએ ટ્વીટ કર્યું કે આ કાર્યકાળનો સુર્ય અસ્ત થઇ ચુક્યો છે, પરંતુ અમારા કામનો પ્રકાશ લાખો લોકોનાં જીવનમાં અજવાશ વિખેરતું રહેશે. નવા સુર્યોદયની રાહ જોવાઇ રહી છે. નવો કાર્યકાળ ચાલુ થશે. 


AAPના એકમાત્ર સાંસદ ભગવંત માને કહ્યું, જો મોદી લહેર તો હું સુનામી છું
પીયૂષ ગોયલને નાણા મંત્રાલય સોંપાઇ શકે છે, જેટલીનું પત્તુ કપાય તેવી શક્યતા
તેમણે કહ્યું કે, તેમની સરકાર 130 કરોડ ભારતીયોનાં સપના પુર્ણ કરવા અને તમામના સપના નવા ભારતના નિર્માણ માટે દ્રઢપ્રતિજ્ઞ છે. બીજી તરફ વારાણસી ભાજપ કાર્યકર્તાઓએ તેમને ચૂંટણી જીતવાનું અધિકારીક પ્રમાણપત્ર સોંપ્યું. મોદીએ ચારલાખ 79 હજાર મતોથી વારાણસીમાંથી ફરી એકવાર ચૂંટણી જીતી. તેમણે ટ્વીટ કર્યું, ભારતીય સંસ્કૃતીનાં સૌથી પુરાતન અને જીવંત કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરીને હર્ષીત છું. આ અગાઉ મોદીએ દિવસમાં સાઉથ બ્લોક ખાતેનાં વડાપ્રધાન કાર્યાલયનાનં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી.


એક સાધારણ પરિવારની મહિલાને તમે આશિર્વાદ આપ્યો છે: સ્મતિનો ભાવુક સંદેશ

અધિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વડાપ્રધાને ગત્ત 5 વર્ષમાં સમગ્ર પીએમઓની પ્રતિબદ્ધતા અને પ્રયાસોની સરાહના કરી છે.  તેમણે દરેક વ્યક્તીને ફરીથી  તે જ પદ્ધતી અને મહેનત કરીને લોકોની આશા અને આકાંક્ષાઓ પર ખરા ઉતરવા માટેનો આગ્રહ કર્યો. તેમાં કહેવામાં આવ્યું કે, લોકોને સરકાર પાસે ઘણી અપેક્ષાઓ છે અને  આ અપેક્ષાઓથી ટીમ પીએમઓ મજબુતીથી કામ કરવામાં ઉર્જા મળશે.