પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દ્રૌપદી મુર્મૂ  સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. રાષ્ટ્રપતિ તરફથી તેમને આમંત્રણ મળી ગયું છે. પીએમ મોદીએ દેશને નામ સંબોધનમાં કહ્યું કે હું દેશવાસીઓને ખાતરી આપવા ઈચ્છુ છું કે અમારી સરકાર એ જ રીતે કામ કરશે જે રીતે છેલ્લા 10 વર્ષથી કરતી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે જનતાએ એનડીએ પર જે ભરોસો મૂક્યો છે તેને અમે પૂરો કરીને દેખાડીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે હું દેશવાસીઓને ફરીથી એકવાર વિશ્વાસ કરાવવા ઈચ્છુ છું કે 18મી લોકસભામાં પણ અમે દેશવાસીઓની આકાંક્ષા પૂરી કરવા માટે એ જ ગતિ અને સામર્થ્યથી કામ કરીશું. જનતાની આશાને પૂરી કરવામાં કોઈ કસર છોડીશું નહીં. આજે એનડીએની બેઠક થઈ હતી જેમાં મને પ્રધાનમંત્રી ઉમેદવાર તરીકે સાથીઓએ પસંદ કર્યો છે. રાષ્ટ્રપતિએ મને જવાબદારી સોંપી છે અને મંત્રી પરિષદના સભ્યોની સૂચિ આપવા માટે સૂચિત કર્યો છે. 



પીએમ મોદીએ કહ્યું કે 2014માં હું જ્યારે આવ્યો હતો ત્યારે નવો હતો પરંતુ હે 10 વર્ષનો અનુભવ છે. જેનો ઉપયોગ અમે આ કાર્યકાળમાં કરીશું. પીએમ મોદીએ કહ્યું કે, હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે  છેલ્લા 10 વર્ષમાં આપણે જે ગતિથી પ્રગતિ કરી છે આગળ પણ એ જ ઝડપથી કરતા રહીશું. હવે અમારી પાસે અનુભવ છે અને તેનાથી અનેક કામ જલદી પૂરા થઈ શકે છે. છેલ્લા 10 વર્ષમાં વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતની છબી બદલાઈ છે. 


આ સમયે લેવાશે શપથ
નવી સરકારના શપથ ગ્રહણ અંગે જે માહિતી સામે આવી રહી છે તે મુજબ આ સમારોહ રવિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ શરૂ થશે. નરેન્દ્ર મોદી 7.15 વાગે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ મોદીએ કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિને જણાવ્યું છે કે શપથ ગ્રહણ માટે 9 જૂનની સાંજે તેમને સુવિધા રહેશે. ત્યાં સુધીમાં તેઓ મંત્રી પરિષદની સૂચિ રાષ્ટ્રપતિને સોંપી દેશે.