પીએમ મોદીની નેતાઓને સલાહ, ફિલ્મો પર બિનજરૂરી ટિપ્પણીઓ કરવાથી બચો
![પીએમ મોદીની નેતાઓને સલાહ, ફિલ્મો પર બિનજરૂરી ટિપ્પણીઓ કરવાથી બચો પીએમ મોદીની નેતાઓને સલાહ, ફિલ્મો પર બિનજરૂરી ટિપ્પણીઓ કરવાથી બચો](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2023/01/18/421061-modi181323.jpg?itok=8Y1Rmrtv)
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં ભગવા રંગના કપડાંના ઉપયોગને લઈને રામ કદમ અને નરોત્તમ મિશ્રા સહિત અનેક ભાજપ નેતાઓ બોટકોટનું આહ્વાન કરી ચૂક્યા છે.
બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનિત ફિલ્મ પઠાણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓન ફિલ્મો પર બિનજરૂરી ટિપ્પણીઓ કરવાથી બચવાની સલાહ આપી છે.
પીએમ મોદીની આ શિખામણ બોયકોટ ટ્રેન્ડમાં ભાગ લેનારા ભાજપના નેતાઓ માટે હતી. દિલ્હીમાં 16 અને 17 જાન્યુઆરીએ થયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક દરમિયાન પીએમ મોદીએ નેતાઓને સ્પષ્ટ રીતે આ શિખામણ આપી. ભાજપના અનેક નેતાઓ ખુલ્લેઆમ પઠાણ ફિલ્મના બોયકોટની જાહેરાત કરી ચૂક્યા છે. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો કોઈ ફિલ્મ પર નિવેદન આપે છે અને પછી તે આખો દિવસ ટીવી અને મીડિયામાં ચાલે છે. આવા બિનજરૂરી નિવેદનોથી બચવું જોઈએ. અત્રે જણાવવાનું કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં ભગવા રંગના કપડાંના ઉપયોગને લઈને રામ કદમ અને નરોત્તમ મિશ્રા સહિત અનેક ભાજપ નેતાઓ બોટકોટનું આહ્વાન કરી ચૂક્યા છે.
Lok Sabha Election: લોકસભાની ચૂંટણીને 400 દિવસ બાકી, મોદીએ ભાજપને આપ્યો આ સીધો મેસેજ
અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા સીએમ યોગી આદિત્યનાથ મુંબઈ પ્રવાસે હતા. આ દરમિયાન બોલીવુડ કલાકારો સાથે એક બેઠકમાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે સમગ્ર ઈન્ડસ્ટ્રી ડ્રગ્સ અંગે કામ કરતી નથી. તેમણે બોયકોટ બોલીવુડ ટ્રેન્ડને રોકવામાં સીએમ યોગી આદિત્યનાથની મદદ માંગી હતી. આ બધા વચ્ચે મધ્ય પ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રા ફિલ્મમાં ભગવા કપડાંના ઉપયોગ પર ભડક્યા છે. તેમણે કહ્યું હતું કે ફિલ્મમાં કેટલાક આપત્તિજનક દ્રશ્યો છે. જો તેમને હટાવવામાં ન આવ્યા તો મધ્ય પ્રદેશમાં પઠાણ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની પણ ધમકી આપી હતી.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube