નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ બજેટ 2018-19 સંસદમાં રજૂ કર્યા બાદ દેશની જનતાને સંબોધિત કરતા કહ્યું કે, આ બજેટ ન્યૂ ઈન્ડિયાને મજબુત કરનારૂ બજેટ છે. પીએમ મોદીએ કહ્યું કે, આ બજેટ દેશની સવાસો કરોડ લોકોની આશાઓ અને અપેક્ષાઓને મજબુત કરનારૂ બજેટ છે. આ બજેટ કિસાન ફ્રેન્ડલી અને બિઝનેસ ફ્રેન્ડલી જ નહીં ડેવલોપમેન્ટ ફ્રેન્ડલી પણ છે. આ બજેટમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે ઈઝ ઓફ લિવિંગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પીએમ મોદીએ નાણાપ્રધાન જેટલી અને તેની ટીમને બજેટ માટે શુભકામના આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વડાપ્રધાને કહ્યું કે બજેટના માધ્યમથી કિસાનોને ઉત્પાદનનો દોઢ ગણો ભાવ આપવાની જાહેરાત માટે જેટલીની પ્રસંશા કરૂ છું. તેમણે કહ્યું કે, શાકભાજી અને ફળનું ઉત્પાદન કરતા કિસાનો માટે ઓપરેશન ગ્રીન્સ ખુબ ફાયદાકારક સાબિત થશે. અમે જોયું છે કે દૂધના ક્ષેત્રમાં અમૂલે દૂધ ઉત્પાદન કરતા ખેડૂતોને યોગ્ય મૂલ્ય અપાવ્યું છે. હવે શાક અને ફળ ઉત્પાદન કરનારા ખેડૂતોને અમારા આ પગલાનો લાભ મળશે. દેશના અલગ અલગ જિલ્લાના કિસાનોને ધ્યાનમાં રાખીને કૃષિ ઉત્પાદને ધ્યાનમાં રાખીને સ્ટોરેજ બનાવવાની જાહેરાતની પણ હું પ્રસંશા કરૂ છું. 



પીએમે કહ્યું કે અમારા દેશમાં કોર્પોરેટ સોટાઇટીઝને ઈન્કમ ટેસ્ટમાં છૂટ છે. પરંતુ એફપીઓ જે દેશમાં આજે જે વધી રહ્યો છે તેને આ લાભ મળતો ન હતો. પરંતુ હવે આ લાભ તેમને પણ મળશે. આથી કિસાનોની મદદ માટે જે ફાર્મર પ્રોડ્યૂસર ઓર્ગેનાઈઝેશનને સરકારી સમિતિઓને જેમ છૂટ આપવાનો નિર્ણય આવકારદાયક છે. 



પીએમ મોદીએ કહ્યું કે ગામડાઓના વિકાસ પર સરકારનું ખાસ ધ્યાન છે. કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી કિસાનોને લોન મળશે. આયુષ્માન ભારત યોજનાનો લાભ દેશના 10 કરોડ લોકોને મળશે. ગોબરધાન યોજનાથી કિસાનોની આવક વધશે. ઉજ્જવલા યોજનાનો લાભ દેશની ગરીબ, દલિત સમુયાદના લોકોને મળી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું તે આ બજેટથી ગામડાની અર્થનીતિ મજબૂત થશે. 



બજેટમાં શું થયું એલાન


- મ્યુચ્યુઅલ ફંડ્સથી થતી કમાણી પર 10 ટકા લાગશે ટેક્સ. 
- ટીવી અને મોબાઈલ ફોન થશે મોંઘા, કસ્ટમ ડ્યૂટીમાં કરાયો વધારો 
- લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ પર 10 ટકા ટેકસની જાહેરાત બાદ શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 460 અંકનો ઘટાડો
- શિક્ષા અને સ્વાસ્થ્ય પર સેસના દરમાં એક ટકાનો વધારો, એટલે કે હવે 3 ટકાની જગ્યાએ 4 ટકા આપવો પડશે ટેક્સ.
- લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ પર હવે 10 ટકા ટેક્સ આપવો પડશે. 
- વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમા પર ટેક્સની છૂટ વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી.
- જેટલી સેલરી હશે તેમાથી 40,000 રૂપિયા ઘટાડીને ટેક્સ લગાવવામાં આવશે.
- ડિપોઝીટ પર મળનારી છૂટ 10,000 રૂપિયાથી વધીને 50,000 રૂપિયા થઈ.
- ઈન્કમ ટેક્સમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળ મળશે 40,000 રૂપિયાની છૂટ
- કૃષિ ઉત્પાદનો તૈયાર કરનારી 100 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળી કંપનીઓને ટેક્સમાં 100 ટકાની છૂટ
- નોકરીયાતોને કોઈ રાહત નહીં.
-99 ટકા લઘુ અને સીમાંત ઉદ્યોગોએ 25 ટકા ટેક્સ જ આપવો પડશે.
- ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
 - ઉદ્યોગજગતને મોટી રાહત, અગાઉ જે કોર્પોરેટ ટેક્સ 30 ટકા હતો તેને હવે 25 ટકા કરાયો 250 કરોડના ટર્નઓવરવાળી કંપનીઓ પર લાગશે 25 ટકા કોર્પોરેટ ટેક્સ.
- ઈમાનદાર કરદાતાઓ માટે નોટબંધી એ ઈમાનદારીના ઉત્સવ જેવી હતી.
- ટેક્સ આપનારા લોકોની સંખ્યામાં 19.25 લાખનો થયો વધારો 
- કાળા નાણા સામેની મુહિમથી ટેક્સ કલેક્શનમાં થયો 90,000 કરોડ રૂપિયાનો વધારો
- નાણાકીય વર્ષ 2018-19 માટે નાણાકીય ખાદ્ય 3.3 ટકા રાખવાનો લક્ષ્યાંક 
- ગરીબોને મળશે મફત ડાયલિસિસ સુવિધા