કોરોનાને કારણે ખાવા-પીવાની વસ્તુ ન કરો સ્ટોક, પીએમ મોદીએ કહ્યું- તે જરૂરી નથી
પીએમ મોદીએ લોકોને કહ્યું કે, આ સંકટના સમયમાં તેવો માહોલ ન બનાવી જેનાથી મુશ્કેલીમાં વધારો થાય. તેમણે કહ્યું કે, કારણ વગર ખાવા-પીવાની વસ્તુ ખરીદીને ઘરમાં સ્ટોર ન કરો.
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી દેશ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ ઘડીમાં દેશવાસીઓને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સમય સંયમથી કામ લેવાનો છે. આ સાથે પીએમ મોદીએ લોકોને એક ખાસ અપીલ કરી છે.
પીએમ મોદીએ કહ્યું કે, સરકાર કોરોના વાયરસથી લડવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે, બસ આ કામમાં દેશના લોકોનો સાથ જોઈએ. તેમણે દેશના લોકોને 22 માર્ચ રવિવારે જનતા-કર્ફ્યૂનું પાલન કરવાની અપીલ કરી છે.
પીએમ મોદીએ લોકોને કરી ખાસ અપીલ
આ સાથે પીએમ મોદીએ લોકોને કહ્યું કે, આ સંકટની ઘડીમાં તેવો માહોલ ન બનાવીએ જેથી મુશ્કેલીમાં વધારો થાય. તેમણે કહ્યું કે, કારણ વગર ખાવા-પીવાની વસ્તુ ખરીદીને ઘરમાં સ્ટોર ન કરો.
તેમમે કહ્યું કે, ઉતાવળમાં લોકો ખરીદી ન કરે. હોલ્ડિંગ કરવાની જરૂર નથી, કારણ કે જરૂરી વસ્તુ હંમેશા મળતી રહેશે, તેથી જે રીતે તમે દરરોજ વસ્તુઓ ખરીદો છે, તે રીતે ખરીદતા રહો.
હકીકતમાં, કોરોના વાયરસને કારણે દેશના કેટલાક ભાગમાં લોકો ખાવા-પીવાની વસ્તુ મહિના બે મહિના માટે ખરીદીને સ્ટોર કરી રહ્યાં છે, તેવી સ્થિતિમાં જરૂરી વસ્તુની કમી થઈ શકે છે.
Coronavirus: નવરાત્રિ પર પીએમ નરેન્દ્ર મોદીના નવ-આગ્રહ
કોરોનાથી બચવા માટે ભીડથી દૂર રહો
આ સિવાય પીએમ મોદીએ લોકોએ ભીડથી બચવાની સલાહ છે. તેમણે કહ્યું, મારો તમામ દેશવાસીઓને તે આગ્રહ છે કે આવનારા કેટલાક સપ્તાહ સુધી, ખુબ જરૂરી હોય તો જ ઘરની બહાર નિકળો. જેટલું સંભવ બની શકે તમારૂ કામ, બિઝનેસ સાથે જોડાયેલ હોય, ઓફિસ સાથે જોડાયેલ હોય, પોતાના ઘરથી જ કરો.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે. લોકોને સતર્ક કરવા માટે પીએમ મોદીએ રવિવારે સવારે 7 કલાકથી રાત્રે 9 કલાકે તમામ દેશવાસીઓએ જનતા કર્ફ્યૂનું પાલન કરવાનું કહ્યું છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...