નવી દિલ્હી: કોરોના વાયરસના કેસ દેશમાં દિન પ્રતિદિન વધતા જાય છે. દેશમાં દસથી વધુ રાજ્યોમાં સરકારોએ લોકડાઉન જાહેર કર્યું છે. આમ છતાં લોકો સતત ઘરોમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યાં છે. જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજગી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ લખ્યું ચે કે લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યાં નથી. સરકારો કાયદાનું ચુસ્તપણે પાલન કરાવે. 


લોકડાઉનની સ્થિતિ પર પીએમ મોદીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે લોકડાઉનને હજુ પણ લોકો ગંભીરતાથી લેતા નથી. કૃપા કરીને તમારી જાતને બચાવો. તમારા પરિવારને બચાવો, નિર્દેશોનો ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારી અપીલ છે કે તેઓ નિયમો અને કાયદાનું પાલન કરાવે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube