Pariksha Pe Charcha: બાળકો પર પ્રેશર ન બનાવે માતા-પિતા અને શિક્ષકઃ પીએમ મોદી
Pariksha Pe Charcha: પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમથી પીએમ મોદી આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર છાત્રોની સાથે સંવાદ કરી રહ્યાં છે. પીએમ મોદી તેમના સવાલોના પણ જવાબ આપી રહ્યાં છે.
નવી દિલ્હીઃ Pariksha pe charcha 2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરી રહ્યાં છે. કોરોનાના ડર વચ્ચે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પીએમ મોદી સાથે વાત કરી તેમના સવાલો પૂછી રહ્યાં છે.
આંધ્ર પ્રદેશની વિદ્યાર્થિની પલ્લવીએ પીએમ મોદીને પૂછ્યુ કે વર્ષ દરમિયાન અભ્યાસ કરવા છતાં પરીક્ષાના સમયે ખુબ તણાવપૂર્ણ સ્થિતિ રહે છે. તેવામાં કોઈ ઉપાય જણાવો. પ્રધાનમંત્રી મોદીએ પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિદ્યાર્થિનીને જવાબ આપતા કહ્યુ કે, તમારે પરીક્ષાનો ડર ન હોવો જોઈએ પરંતુ કોરોના કાળમાં આસપાસના માહોલ અને સંબંધીઓનો ડર હોવો જોઈએ.
પ્રધાનમંત્રીએ છાત્રોને કહ્યુ કે, બોર્ડની પરીક્ષા પહેલા પણ તમે ઘણી પરીક્ષા આપી છે. તેથી તમને પરીક્ષાનો ડર નથી. તમારી સામે માહોલ એવો બનાવી દેવામાં આવ્યો છે કે પરીક્ષા સર્વેસર્વા છે. જ્યારે પરીક્ષા કોઈ છેલ્લો પડાવ નથી.
પીએમ મોદીએ કહ્યુ કે, એક્ઝામ માટે એક કસોટી શબ્દ છે. જેનો મતલબ ખુદને ઘસવા અને તૈયાર કરવા છે. એક્ઝામ એક પ્રકારે જિંદગી જીવવા માટે એક ઉત્તમ અવસરની જેમ છે. પીએમ મોદીએ પોતાનો અનુભવ વર્ણવતા કહ્યુ કે, હું ખુદ સવારે ઉઠી કઠિન વસ્તુ સાથે મુકાબલો કરવા નિકળુ છું.
પ્રધાનમંત્રીએ વાલીઓને સંબોધિત કરતા કહ્યુ કે, અભ્યાસને લઈને બાળકો પર દબાણ ન બનાવવું જોઈએ. જો આપણે બહારનું દબાણ પૂરી કરી દઈએ તો પરીક્ષાનો પ્રેશર રહેશે નહીં. બાળકોને ઘરમાં તણાવ મુક્ત રાખવા જોઈએ જેથી આત્મવિશ્વાસ વધે છે.
PM મોદીએ કહ્યુ કે, જે લોકો જીવનમાં ખુબ સફળ થાય છે તે દરેક વિષયમાં પારંગત હોતા નથી પરંતુ કોઈ એક વિષય પર તેની સારી પકડ હોય છે. જેમ કે લતા મંગેશકરની મહારથ સંગીતમાં છે, બની શકે કે અન્ય વિષયમાં તેમને વધુ જાણકારી ન હોય.
પીએમ મોદીએ શિક્ષકોને સલાહ આપતા કહ્યુ કે, વિદ્યાર્થીઓને સિલેબસની બહારની વસ્તુ પર પણ ગાઇડ અને પ્રોત્સાહિત કરે. કેટલીક વાતો ક્લાસમાં જાહેરમાં જરૂર કરો જેથી વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધે. ભૂલ થવા પર ખિજાવાની જગ્યાએ પ્રેમથી સમજાવો અને સુધાર કરવાની સલાહ આપો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube